Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 353
________________ સમૃદ્ધિ પ્રકટ થાય છે. પરંતુ શરત એક જ છે - ભાવના યોગી બનવાની ! દુઃખ, ત્રાસ અને સંકટોથી ભરેલી દુનિયાને ઉગારવાની ઉચ્ચતમ ભાવના હોવી જોઈએ. નિર્મળ બુદ્ધિથી ભાવનાઓનું શરણું લો : ગ્રંથકાર ઉપસંહાર પૂર્ણ કરતાં કહે છે - “વિનય ! શુવિધિયો માવનાસ્તા: શ્રવઘ્નમ્ ।" હે વિનય ! વિનયયુક્ત નિર્મળ બુદ્ધિવાળા બનીને ભાવનાઓનું શરણું લઈ લે. શરણ લેવું એટલે કે ૧૬ ભાવનાઓને અનુરૂપ પોતાનું વિચારતંત્ર વ્યવસ્થિત કરવું. ૧૬ ભાવનાઓથી અતિરિક્ત બીજો કોઈ વિચાર ન કરવો. મનમાં બીજા વિચારોને પ્રવેશવા જ ન દેવા. આ રીતે આજે ઉપસંહારનું પ્રવચન પૂર્ણ કરું છું. મારી આ ભાવના છે કે ઘેરઘેર દરેક વ્યક્તિ આ ભાવનાઓનું ચિંતન કરે અને પોતાના મનને શાન્તિપૂર્ણ - પ્રશાન્ત અને પ્રસન્ન બનાવીને મોક્ષમાર્ગ પર ગતિશીલ બને અને એક દિવસે પરમ સુખમય મોક્ષને પ્રાપ્ત કરે. પ્રશસ્તિ ઃ (પથ્યા છન્દ) श्रीहीरविजयसूरीश्वरशिष्यौ सोदरावभूतां द्वौ । श्रीसोमविजयवाचक-वाचकवरकीर्तिविजयाख्यौ ॥ १ ॥ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના બે શિષ્યો હતા કે જેઓ બંને સગા ભાઈઓ હતા. તેમના નામ હતા શ્રી સોમવિજયવાચક અને વાચકવર કીર્તિવિજયજી. (ગીતિ છન્દ) तत्र च कीर्तिविजयवाचक शिष्योपाध्यायविनयविजयेन । 'शान्तसुधारस नामा संदृष्टो भावनाप्रबन्धोऽयम् ॥ २ ॥ વાચકવર શ્રી કીર્તિવિજયજીના શિષ્ય ઉપાધ્યાયશ્રી વિનયવિજયજીએ ‘શાંતસુધારસ’ નામના આ ભાવના-પ્રબંધ ગ્રંથની રચના કરી છે. (ગીતિ છન્દ) शिखिनयन सिन्धुशशिमितवर्षे हर्षेण गन्धपुरनगरे । श्रीविजयप्रभसूरिप्रसादतो यत्नः एष सफलोऽभूत् ॥ ३ ॥ વિક્રમ સંવત ૧૭૨૩માં ગંધપુર (ગાન્ધાર) નગરમાં હર્ષિત હૃદયથી થયેલો આ પ્રયત્ન તત્કાલીન જૈનાચાર્યશ્રી વિજયપ્રભસૂરિજીની કૃપાથી સફળ થયો. ઉપસંહાર ૩૩૯

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356