________________
તમે નાગલોકના સ્વામી છો?
મુનિરાજ! આપ નાગલોકના સ્વામી છો. આપ આપની અંદર જુઓ. બહ્મચર્યનો અમૃતકુંડ આપનું નિવાસસ્થાન છે. ક્ષમારૂપ પૃથ્વીને આપે આપની ઉપર ધારણ કરી છે. તે આપને સહારે જ ટકી છે. વાસ્તવમાં આપ નાગેન્દ્ર છો. બ્રહ્મચર્યના અમૃતકુંડમાં આપ કેવો અપૂર્વ આહલાદ અનુભવી રહ્યા છો? આ આહૂલાદનું વર્ણન શબ્દોમાં કરી શકાય તેમ નથી. અને આપે ક્ષમરૂપ પૃથ્વીને આપની ઉપર રાખી છે. ક્ષમા ! સહનશીલતા! વાસ્તવમાં એનું વર્ણન કરી શકાય તેમ નથી. ક્ષમા અને સહનશીલતાથી મુક્તિ
મોક્ષ પામી શકાય છે. . | બ્રહ્મચર્ય અને ક્ષમાને કારણે આપ શેષનાગ છો, નાગેન્દ્ર છો ! આ છે આપનો
આંતર વૈભવ! તમે મહાદેવ - શંકર છો?
આ તમામ વાતો અંદરની દુનિયાની છે. તમે અંતરાત્મા બનીને તમારી અંદર જોશો તો તમામ સમૃદ્ધિ જોઈ શકાશે. જુઓ - પ આપ અધ્યાત્મરૂપી કૈલાસ પર્વત ઉપર અધિષ્ઠિત છો. : વિવેકરૂપી વૃષભ ઉપર તમે આરુઢ છો. પ તમારી બંને બાજુએ ગંગા અને પાર્વતી બેઠેલી છે. ચારિત્રકલા ગંગા છે અને
જ્ઞાનકલા પાર્વતી છે. તમે મહાદેવ - શંકર છો.
કહો, સમૃદ્ધિમાં કોઈ કસર છે? આવાસ માટે ઉત્તુંગ પર્વત, વાહન સ્વરૂપે બલિષ્ઠ વૃષભ અને ગંગાગૌરી જેવી પ્રિયતમાઓ. અધ્યાત્મનો પર્વત સાચે જ દિવ્ય અને ભવ્ય છે. વિવેકરૂપ વૃષભ પણ શ્રેષ્ઠ વાહન છે. સત્-અસત, દેય-ઉપાદેય, શુભઅશુભનો વિવેક તમારી પાસે છે.
ભાવનાઓથી ભાવિત આત્મા અધ્યાત્મને જ પોતાનો નિવાસ માને છે. જ્યારે જ્યારે બહાર જવાનો પ્રસંગ આવે ત્યારે વિવેકારુઢ થઈને જ જવાનું છે. જ્ઞાન અને ચારિત્રની સાથે જ જવાનું છે.
શંકર મહારાજ! આપ આપનું વૈરાગ્ય ડમરું બજાવી-બજાવીને રાગદ્વેષથી ભરેલી આ દુનિયાને જગાડતા રહો. તમે શ્રીકૃષ્ણ છોઃ
હવે તમે તમારી અંદર જુઓ. તમને ખ્યાલ આવશે કે તમે શ્રીકૃષ્ણ છો ! સૂર્ય [ ઉપસંહાર |
|૩૩૭]
૩૩૭