Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 350
________________ સર્વસમૃદ્ધિનાં દર્શન થતાં જશે! બહાર સમૃદ્ધિ સંપત્તિ શોધવાનો પ્રયત્ન બંધ કરી છે. સમગ્ર સમૃદ્ધિ તો અંદર જ પડી છે. સૌથી પ્રથમ તો તમે ઇન્દ્રની સમૃદ્ધિ તમારી અંદર જુઓ. સમાધિરૂપ નંદનવન છે. પૈયરૂપ વજ છે. સમતારૂપી ઈન્દ્રાણી છે અને સ્વસ્વરૂપ બોધરૂપ દેવ વિમાન ઈન્દ્રની સમૃદ્ધિ અંદર છેઃ ધ્યાતા, ધ્યાન અને ધ્યેયના મિલનસ્વરૂપ સમાધિના નંદનવનમાં તમારે સદેવ વિશ્રામ કરવાનો છે. અતિ દુર્ગમ પર્વતમાળાઓને ક્ષણમાં ચૂર્ણ કરી દે એવું શક્તિશાળી વજ છે તમારી પાસે ! તમે નિર્ભય રહો. ઘેર્યરૂપ વજ તમે સદાય તમારી પાસે રાખો. કોઈ પણ ઉપસર્ગ-પરીષહ આવે તો તમે ધૈર્યવજથી એને પરાસ્ત કરતા જાઓ. સ્વસ્વરૂપ બોધરૂપ વિમાનમાં તમે સ્વસ્થ રહો. તમારી પાસે સમતા-ઇન્દ્રાણી છે. તમને એકલતા નહીં લાગે. આ ઈન્દ્રાણી સુયોગ્ય, રૂપસંપન્ન અને નવયૌવના છે. આ ઈન્દ્રાણીને હાથે તમે અમૃતપાન કરતા રહેજો અને એના પરમ સૌન્દર્યનો ઉપભોગ કરતા રહેજો. એના સંગમાં તમારું મન સદા સર્વદા પ્રેમની મસ્તીમાં રહેશે. હા, ઈન્દ્રાણીથી ક્ષણ પણ જુદા પડવાનું નથી. કહો. તમારી પાસે વિશ્વની શ્રેષ્ઠ સમૃદ્ધિ-સંપત્તિ, ઉચ્ચતમ વૈભવ અને અમોઘ શક્તિ છે ને? શક્તિ, સંપત્તિ અને સમૃદ્ધિની આ ઓળખાણ છે. એ તમારી અંદર જ છે ને? એને બહાર શોધવાની જરૂર નથી. તમે ચક્રવર્તી છો? તમે તમારી અંદર જુઓ, ચક્રવર્તીનો વૈભવ છે અંદર. તમારી પાસે ચર્મરત્ન છે, સમ્યક ક્રિયાનું ચર્મરત્ન છે. તમારી પાસે છત્રરત્ન છે, સમ્યગુ જ્ઞાનનું છત્રરત્ન છે. ભાવનાઓથી ભાવિત અંતરાત્મા એ વિચારે છે કે હું ચક્રવર્તી છું. મારી પાસે. ચર્મરત્ન છે, છત્રરત્ન છે, પછી ભલેને મોહરૂપી મ્લેચ્છ મિથ્યાત્વનું દૈન્યદળ મોકલે. ભલેને કુવાસનાઓનાં તીર છોડે, મારો એક વાળ પણ વાંકો થવાનો નથી. મોહમ્લેચ્છ મારી ઉપર વિજય પામી શકે તેમ નથી. હું એની ઉપર વિજય પામીશ.' ભાવનાઓથી ભાવિત આત્મા ક્રિયા અને જ્ઞાનમાં પરિણતિ પ્રાપ્ત કરે છે. મનવચન-કાયાના યોગોને ચારિત્રની ક્રિયાઓમાં જોડે છે. જ્ઞાન-અવબોધનો અખંડ ઉપયોગ રાખે છે. [ ૩૩૬ જાને તો શાન્તસુધારસ : ભાગ ૩|

Loading...

Page Navigation
1 ... 348 349 350 351 352 353 354 355 356