Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 348
________________ ગુરુચરણનું શરણ, – જિનવચનનું શ્રવણ, = સમ્યક્ તત્ત્વનું ગ્રહણ. આ શરણ, શ્રવણ અને ગ્રહણમાં જેટલો પુરુષાર્થ થશે, એટલો જ જીવાત્મા અનાદિ ભ્રાન્તિથી મુક્ત થશે; આત્મતત્ત્વ સાથે પ્રીતિવાળો બનશે. અનુત્તર ધર્મશ્રદ્ધા જાગૃત થશે. અનન્તાનુબંધી કષાયોનો ક્ષયોપમ થશે. કર્મબંધ ગાઢ નહીં બને. પરમ તૃપ્તિની પ્રાપ્તિ માટે મિથ્યા તૃપ્તિનું અભિમાન છોડવું પડશે. વાત સમજો છો ને ? સમજવું ખૂબ જરૂરી છે. અન્યથા વૈયિક સુખોમાં જ તૃપ્તિ પામવાનો મિથ્યા પ્રયત્ન કરતાં કરતાં જીવન સમાપ્ત થઈ જશે અને આત્મા દુર્ગતિમાં ચાલ્યો જશે. માટે કંઈક ગંભીરતાથી વિચારો, સમજો અને જીવનને બદલી. નાખો. પુદ્ગલોથી પુદ્ગલ તૃપ્ત - આત્મા નહીં : આ વિષયમાં એક વાસ્તવિક પરંતુ ગૂઢચિંતન ‘જ્ઞાનસારમાં બતાવવામાં આવ્યું છે. પુદ્ગલોના માધ્યમથી પુદ્ગલોના ઉપચયરૂપ પુદ્ગલતૃપ્તિ કરે છે. આત્માના ગુણોથી આત્મા તૃપ્ત થાય છે, એટલા માટે સમ્યગ્ જ્ઞાની પુરુષ પુદ્ગલોની તૃપ્તિને આત્માની તૃપ્તિ નથી માનતો, એ વિચારે છે. “મધુર શબ્દ, રૂપ, રંગ, રસ, ગંધ અને સ્પર્શ ગમે તેટલાં સુખદ, માદક, મોહક અને પ્રિય કેમ ન હોય; પરંતુ તે છે તો જડ જ. એના ઉપયોગથી મારા જ્ઞાન-દર્શનચારિત્રમય આત્માની પરમ તૃપ્તિ થઈ ન શકે, તો પછી એ શબ્દાદિના પરિભોગનો અર્થ જ શો છે ? આવી કાલ્પનિક - મિથ્યા તૃપ્તિની પાછળ પાગલ બનીને હું મારા આત્માની દુર્દશા શા માટે કરું ? એને બદલે હું પોતાની આત્મતૃપ્તિ માટે પુરુષાર્થ કરીશ.’ - આ છે જ્ઞાની પુરુષનું ચિંતન ! આ ચિંતનને જીવનમાં અપનાવીને જડ પદાર્થોની આસક્તિ - પ્રીતિ તોડવાનો ઉદ્યમ કરો. પરમબ્રહ્મની તૃપ્તિ - લોકો નથી જાણતા ઃ પરમ વિશુદ્ધ આત્મસ્વરૂપની રમણતામાં જે તૃપ્તિ થશે, એ પામર જીવો માટે અજ્ઞાત જ હશે. એ તૃપ્તિની કલ્પના સુદ્ધાં તેઓ ન કરી શકે. સંસાર રસિક જીવો તો અનન્ત આશા, અપેક્ષા અને મહત્ત્વાકાંક્ષાને પોતાના હૃદયમાં ભરીને સંસારમાં ભટકતા રહે છે. એમનાં મન ચંચળ હોય છે અને ઇન્દ્રિયો વિષયાસક્ત હોય છે. એ અગમ-અગોચર આત્મતૃપ્તિની કલ્પના પણ કરી શકતા નથી. તેઓ તો પુદ્ગલોના પરિભોગમાં જ તૃપ્તિ માને છે. ભલેને અતૃપ્તિની જ્વાળા પ્રજ્વલિત રહે... અને એમાં એઓ બળતા રહે. પરંતુ એમની તૃપ્તિની કલ્પના બદલાતી નથી. ૩૩૪ શાન્તસુધારસ : ભાગ ૩

Loading...

Page Navigation
1 ... 346 347 348 349 350 351 352 353 354 355 356