Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 347
________________ તીર્થ હોય. જ્યાં ચારેકોરથી હરીભરી લીલીછમ લીલોતરી હોય, જ્યાં કલકલ નાદ સાથે શીતળ ઝરણાં નિરંતર વહેતાં હોય, જ્યાં મુનિ-શ્રમણોની શાસ્ત્રાધ્યયન ધૂની રમતી હોય, નિકટની પર્વતમાળા પર સ્થિત મનોહર મંદિર હોય, એની ઉપર દેદીપ્યમાન કલશ હોય અને ધર્મધ્વજ ગગનમાં લહેરાતો હોય, મધુર ઘંટનાદથી આસપાસનું વાતાવરણ આનંદમય હોય. આવા મનોહર વાતાવરણમાં શાન્તરસ ઉત્પન્ન થાય છે. એનો ભરપૂર આસ્વાદલેનારા મહાત્મા પરિતૃપ્તિનો અનુભવ કરે છે. પરસનું ભોજન આ શાન્તરસની તુલનામાં નીરસ અને સ્વાદહીન લાગે છે. જીભથી એવા શાન્તરસનો અનુભવ કેવી રીતે શક્ય બને? સપનાની જેમ સંસારમાં તૃપ્તિઃ સંસારમાં તમે લોકો વિવિધ પ્રકારની તૃપ્તિનો અનુભવ કરો છો ને? વૈષયિક સુખોમાં તમને તૃપ્તિનો ઓડકાર આવે છે ને? પરંતુ તમે સારી રીતે સમજી લો કે વૈષયિક તૃપ્તિ અસાર છે, મિથ્યા છે, સ્વપ્નવત્ છે. સ્વપ્નમાં પડ્રરસ ભરપૂર મિષ્ટાન્નનું ભરપેટ ભોજન કરી લીધું, મધુર શરબતનું પાન પણ કરી લીધું, ઉપરથી તાંબુલ-પાન પણ આરોગી લીધું, બસ તૃપ્ત થઈ ગયા! પરંતુ સ્વપ્ન પૂર્ણ થતાં જ, નિદ્રાત્યાગ કરતાં જ તૃપ્તિનો ખ્યાલ જ નથી આવતો! 'વાસ્તવિક તૃપ્તિ તો મિથ્યાજ્ઞાન દૂર થતાં અનુભવાય છે અને એ તૃપ્તિ આત્મવીર્યને પુષ્ટ કરનારી હોય છે. સંસારમાં તો મનુષ્ય સુરા, સુંદરી અને સ્વર્ણના સ્વપ્નલોકમાં જવિચરે છે અને એમાં જતૃપ્તિ પામવાની ભૂલ કરે છે. પરમ તૃપ્તિથી તે કોશો દૂર ચાલે છે. એનાથી ક્ષણિક મનોરંજન અને મોજ-મસ્તીનો અનુભવ થશે; પરંતુ પાછળથી અકથ્ય વેદના, અસહ્ય યાતના, દીનતા, હીનતા અને ઉદાસીનતા એના જીવનમાં છવાઈ જાય છે. તે સદાને માટે બેચેન, ઉદ્વિગ્ન બનીને અશાંતિના ગહન સાગરમાં ડૂબી જાય છે. જો અશાન્તિના ગહન સાગરમાં ડૂબવું ન હોય તો નિભ્રન્તિ બનો. નિત્તિને પરમ તૃપ્તિઃ ભ્રમજાળ ફાટશે અને ભ્રાન્તિ દૂર થશે ત્યારે વાસ્તવિક તૃપ્તિનો માર્ગ સરળ બનશે. મિથ્યા તૃપ્તિનું અનાદિ આકર્ષણ દૂર થશે. આ રીતે આત્મા નિભૃત્ત થતાં જ સમકિતની દિવ્યદ્રષ્ટિ પ્રાપ્ત થશે. એનાથી આત્મા મહાત્મા અને પરમાત્માના મનોરમ સ્વરૂપનું દર્શન કરશે અને ત્યારે જ આત્મા આત્મગુણોનો અનુભવ કરશે. આત્માનું વીર્ય પુષ્ટ થશે અને પરમ તૃપ્તિનો માર્ગ મળી જશે. અધ્યાત્મમાર્ગના યોગી શ્રીમદ્ દેવચંદ્રજીએ નિર્ભાન્તિ બનીને આત્માનુભવની પરમ તૃપ્તિ પામવા માટે ત્રણ ઉપાયો કહ્યા છે - | ઉપસંહાર ૩૩૩] * * *

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356