Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 345
________________ દુર્ગતિમાં લઈ જાય છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન પ્રેતની જેમ જીવોને અશાન્ત, સંતપ્ત કરે છે. બહુ જ વેદના આપે છે. મોત પછી નરકગતિ, તિર્યંચગતિમાં લઈ જાય છે. કેટલાય લોકોને નિરંતર અર્થચિંતા સતાવે છે, કામવાસના સતાવે છે અને માન એષણા સતાવે છે. આ ખ્યાલોમાં તે ખોવાયેલા રહે છે. દુધ્વનિનું પ્રેત અડકી જતાં એનાથી છૂટવું મુશ્કેલ પડે છે. ભૌતિક-વૈષયિક સુખોની તીવ્ર ઈચ્છા મનુષ્યને દુધ્યાનમાં જ ડૂબાડી દે છે. * અર્થચિંતા અને કામચિંતા કરતી વખતે અથવા કર્યા પછી તમને વિચાર આવે છે કે “મેં દુર્બાન કર્યું. ના, તમને તો મજા આવે છે. અનેક જન્મોનો સંબંધ છે ને અર્થચિંતા અને કામચિંતાની સાથે ! એ પ્રેત તમને દુર્ગતિમાં જ લઈ જશે. એટલા માટે સાવધાન બનો. ભાવનાઓનો સહારો લઈને દુધ્ધનના પ્રેતને ભગાડી મૂકો. ભાવનાઓથી ભાવિત-પ્રભાવિત આત્માને એ પ્રેત સ્પર્શતું નથી અને પ્રેત ભેટી ગયું હોય તો પણ ભાગી જાય છે. અનિર્વચનીય સુખમાં વૃદ્ધિઃ - ભાવનાઓથી ભાવિત આત્માનું સુખ અનિર્વચનીય હોય છે. એટલે કે એ સુખની અભિવ્યક્તિ શબ્દોમાં થઈ શકતી નથી. મૂંગો માણસ જેમ સાકરના સ્વાદનો અનુભવ કરે છે, પરંતુ એ અનુભવ વર્ણવી શકતો નથી; એ રીતે ભાવનાઓથી ભાવિત આત્મા પોતાનું આંતરસુખ અનુભવી શકે છે, પરંતુ કહી શકતો નથી. વર્ણન કરી શકતો નથી. એ વધારે પ્રમાણમાં તો મૌન જ ધારણ કરી લેતો હોય છે. ભાવનાઓના શાન્તસુધારસમાં સવાંગમગ્ન મહાત્માનું સુખ વચન - અગોચર હોય છે. આપણે તો માત્ર એની સ્તુતિ - પ્રાર્થના જ કરી શકીએ. એના સુખની કોઈ ઉપમા આ સંસારમાં નથી. આવા મહાત્માઓની દ્રષ્ટિમાંથી કૃપાની વૃષ્ટિ થાય છે અને એમની વાણી ઉપશમ-અમૃતનો છંટકાવ કરનારી હોય છે. આવા પ્રશસ્ત જ્ઞાનધ્યાનમાં સદા સર્વદા લીન રહેનાર મહાન યોગીશ્વરને નમસ્કાર કરવામાં કૃતાર્થતા તાત્પર્ય એ છે કે કરુણાવૃષ્ટિથી વિશ્વનું અવલોકન કરતા રહો અને શાન્તરસ ભરપૂર વાણીથી જીવો સાથે વ્યવહાર કરો. તૃપ્તિનો અપાર દરિયો લહેરાય છે? ગ્રંથકાર કહે છે કે ભાવનાઓથી ભાવિત આત્મામાં તૃપ્તિનો અપાર સમુદ્ર લહેરાતો હોય છે. કારણ કે એ મહાત્મા જ્ઞાનામૃતનું પાન કરતો રહે છે અને ક્રિયારૂપ કલ્પવૃક્ષનું ફળ ચાખતો હોય છે. સમતારૂપી તાંબુલ ચાખે છે, તો પછી તે પરમ ઉપસંહાર છે જ ૩૩૧]

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356