Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 343
________________ સવારે તે પોતાના નિયત સમય પ્રમાણે જાગી. ચા પી લીધી. ફરી વાર તેણે અંદરથી દરવાજાની સાંકળ બંધ કરી દીધી. સૂતી વખતે રાતના અજ્ઞાત પુરુષની યાદ આવતાં જ તેણે મનમાં વિચાર કર્યો - “જો ફરી વાર આવું બનશે, તો તે જરૂર બૂમો પાડીને એને પકડાવી દેશે.’ - એ સમયે કોઈએ એના કાન પાસે મંદ સ્વરે ગણગણતા કહ્યું : “પણ તું એવું નહીં કરી શકે. હું એક સૂક્ષ્મ જીવાત્મા છું. તું ઇચ્છે તો મને પ્રેતાત્મા કહી શકે છે. તું મને પકડાવી નહીં શકે અને મેં તને કશું નુકસાન પણ પહોંચાડ્યું નથી. હું તારું સાન્નિધ્ય પામવા લાલાયિત છું.’ શૈલેકા પથારીમાં બેઠી થઈ ગઈ. ભલે, તે ગમે તે હોય, પણ એનું સાન્નિધ્ય એને ગજબના આનંદથી ભરી દેતું હતું. ધીરેધીરે એનો ભય ઓછો થતો ગયો, પણ હજુ એની છાયા હતી. - 'આખરે હું તારા મોહને લીધે પ્રેતયોનિમાં છું. આ મોહ કંઈ ખોટો પણ નથી. હું તારો પૂર્વજન્મનો પતિ છું.’ એક આનંદદાયી સુવાસ ચારેકોર સઘન બનતી જતી હતી. ધીરેધીરે એ સુવાસના પ્રભાવે તે બેશુદ્ધ બની ગઈ. જ્યારે એની ચેતના પાછી આવી ત્યારે પ્રેતાત્માએ એને કહ્યું : ‘હું રાત્રે ફરી વાર આવીશ. આ વાત કોઈને ય કરતી નહીં અને તને કોઈ નુકસાન નહીં થાય કે ન તો કોઈને ખબર પડશે. અચ્છા, ગુડબાય !’ કહીને છાયા અદૃશ્ય થઈ ગઈ. આ પછી તો આ બધું નિત્યક્રમની રીતે બનતું ગયું. સમય વીતતો ગયો. તેણીએ આ વાત કોઈને ય કહી નહીં. મિ. વૈસ્ટન તો સેનાનાં કાર્યોમાં અત્યધિક વ્યસ્ત રહેતા હતા. શૈલેકા વિચારતી હતી કે ડગશાહીનો આ ઈલાકો કેમ પહેલી નજરે જ જાણીતો હોય એવો લાગ્યો હતો. એને હવે તો પૂર્વજન્મની યાદો પણ તાજી થવા લાગી હતી. ફિલિપની સાથે ભારત આવવું, મોટરની દુર્ઘટના, આ બધું યાદ આવી ગયું. આ દરમ્યાન રૈલેકા ગર્ભવતી બની ગઈ, એ અને વૈસ્ટન ખુશીને લીધે પાગલ જેવાં થઈ ગયાં હતાં, પરંતુ વૈસ્ટનને કોઈ સરકારી કામ અંગે બ્રિટેન જવાનો હુકમ મળ્યો, એ બ્રિટેન ચાલ્યો ગયો. આ બાજુ પ્રેતાત્મા ગૈલેકાની પાસે વધારે પ્રમાણમાં આવવા લાગ્યો. રેલેકા ય એને ઝંખવા લાગી હતી. હવે હું તને આપણા લોકમાં લઈ જઈશ ઃ એક રાતે ફિલિપના પ્રેતાત્માએ કહ્યું ઃ ‘હવે હું તારા વગર વધારે દિવસો રહી શકીશ નહીં. એટલા માટે તને સદાને માટે મારી સાથે લઈ જવા ઇચ્છુ છું. રૈલેકાએ પ્રતિવાદ કરતાં કહ્યું : ‘ના, અત્યારે નહીં. જ્યાં સુધી હું બાળકને જન્મ ન આપું ત્યાં સુધી હું આવવા ઇચ્છતી નથી.’ પ્રેતાત્મા ચાલ્યો ગયો. પરંતુ હવે રૈલેકાને આ આશંકાએ ઘેરી લીધી હતી કે પ્રેતાત્મા જબરદસ્તી કરશે તો ? તે ડરી ગઈ ! તે પોતાના પતિને પત્ર લખવા બેસી ગઈ. ડિયર વૈસ્ટન ! હું ઉપસંહાર ૩૨૯

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356