Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 342
________________ વૈઅન બોલ્યો: “અસંભવ! તને જરૂર ભ્રમ થયો હશે. બંગલે દરરોજ ચાર પહેરેદારો રહે છે. આવા સખત પહેરામાં એ કેવી રીતે શક્ય બને કે કોઈ લોનમાં પ્રવેશીને બેડરૂમની બારી સુધી પહોંચી જાય !” રેલેકા ચૂપ થઈ ગઈ. વૈસ્ટને પણ આટલી વાત કરી તો ખરી, પરંતુ એ વિચારમાં પડી ગયો કે આખરે આ વર્તન કરનાર છે કોણ? કોણ હોઈ શકે? આ સત્ય ઘટના છે: રેલેકાએ ટકોર કરીઃ “ચૂપ કેમ થઈ ગયા? વૈસ્ટને કહ્યું કશું નહીં. બસ, એમ જ! તું તારો ખ્યાલ રાખતી રહેજે. હું ઓફિસમાં જતી વખતે પહેરેદારોને જાણ કરું છું. એ ચૂપચાપ બંગલાની બહાર નીકળી ગયો. ત્રણ ચાર દિવસ એમ વીતી જતાં, એકદિવસે વૈસ્ટને કહ્યું: “મારે બે દિવસ માટે દિલ્હી જવું પડશે. તું સારી રીતે તારો ખ્યાલ રાખજે. બિલકુલ ચિંતા ન કરતી.” રેલેકાએ મૂકભાવથી એને જોયો. એનાં અતિસુંદર નેત્રો આજે ઉદાસ અને ફીકા ફીકકા લાગતા હતાં. અંદર ને અંદર કોઈ અજ્ઞાત ભયથી એ આશંકિત હતી, છતાં એણે હળવા સ્મિત સાથે પતિને વિદાય આપી. હું તારો પૂર્વભવનો પતિ છું એ રાત્રેરેલેકા પોતાની પથારીમાં સૂતી કોઈ પુસ્તક વાંચી રહી હતી. એની આંખ ઘેરાવા લાગી. એણે ઊઠીને રૂમની બારી અંદરથી બંધ કરી દીધી અને બત્તી બુઝાવીને સૂઈ ગઈ, ત્યારે તેને લાગ્યું કે કોઈ અનહદ પ્રેમથી એની તરફ જોઈ રહ્યું અંધારામાં એ કંપી ઊઠી. અત્યંત ભયને લીધે તે ચિત્કાર પણ ન કરી શકી. કેટલીક ક્ષણો પછી એને લાગ્યું કે એને કોઈ કહી રહ્યું છે - હું તારો પૂર્વભવનો પતિ છું - ફિલિપ. એક વાર પૂર્વજન્મમાં હું તને અહીં લઈને આવ્યો હતો. અહીં એક વાહન-દુર્ઘટનામાં તારું અને મારું મૃત્યુ થઈ ગયું હતું, ત્યારથી હું અહીં ભટકી રહ્યો છું જ્યારે તારા આત્માએ બ્રિટનમાં પુનર્જન્મ લઈ લીધો. તું જ્યારથી અહીં આવી છે, ત્યારથી મને તારો આભાસ મળી રહ્યો હતો.' આ વાતોથી રેલેકા વિચારમાં પડી ગઈ. એ સમયે રૂમમાં એક વિચિત્ર સુગંધ ફેલાવા લાગી. સુગંધનો નશો એના મનમસ્તક પર છવાતો ગયો. એમ લાગતું હતું કે એ જાણે વિવશ બનતી જતી હતી. તે વિચારવા લાગી - “શું ખરેખર તે કોઈ પ્રેતાત્મા હતો? એ ભયથી કંપી ઊઠી. એણે બત્તી કરી. બારણું એમને એમ બંધ હતું. દરવાજાની સાંકળ પણ અંદરથી બંધ હતી. તે ફરી વાર પથારી ઉપર સૂઈ ગઈ. વિચાર કરતી કરતી તે કોણ જાણે ક્યારે સૂઈ ગઈ.' [ ૩૨૮. શાન્ત સુધારસઃ ભાગ ૩

Loading...

Page Navigation
1 ... 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356