Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 341
________________ दानप्रेतपीडा प्रभवति न मनाक काचिदद्वन्द्वसौख्यस्फाति प्रीणाति चित्तं प्रसरतिपरितः सौख्यसौहित्यसिन्धुः । क्षीयन्ते रागरोषप्रभृतिरिपुभटाः सिद्धिसाम्राज्यलक्ष्मीः, स्याद्वश्या यन्महिम्ना विनयशुचिधियो भावनास्ताः श्रयध्वम् ॥ २॥ ગ્રંથકાર ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી “શાન્તસુધારસ' ગ્રંથનો ઉપસંહાર કરતાં કહે છે: “ભાવનાઓના પ્રભાવથી દૂધ્યનિરૂપ પ્રેતપીડા રજમાત્ર પણ પરેશાન કરતી નથી. ભાવનાઓના પ્રભાવથી અનિર્વચનીય સુખની વૃદ્ધિગત લહેરો ચિત્તને પ્રસન્નતા અર્પે છે. તૃપ્તિનો અપાર દરિયો ચારેકોર લહેરાય છે. જેની અસરથી રાગદ્વેષ વગેરે દુશ્મનો નષ્ટ થાય છે અને આત્મઋદ્ધિ સહજ રૂપે પ્રાપ્ત થાય છે. વિનયયુક્ત, નિર્મળ-સ્વચ્છ બુદ્ધિવાળો થઈને તું આ ભાવનાઓનું શરણ લઈ લે.” દુધ્યન પ્રેતપીડા જ છેઃ આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ખેતપીડા જેવાં જ છે. પ્રેતયોનિ હોય છે. વિશ્વાસ કરવો જ પડે છે કેટલીક ઘટનાઓ જોતાં. પ્રેત’ કોઈ કલ્પનાજન્ય તત્ત્વ નથી, વાસ્તવિકતા છે. જ્યારે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારની એક સત્ય ઘટના તમને સંભળાવું. કાલકા-સિમલા માર્ગ પર આવેલા ધર્મપુરથી પાંચ-સાત કિલોમીટર દૂર વસેલી એક જગાં દાગ-એ-શાહી પર્વતીય સૌન્દર્યથી ઘેરાયેલી હતી. અતિ અલ્પ વસ્તી ધરાવતું આ ગામ પટિયાલા રાજ્યમાં આવ્યું હતું. પટિયાલાના મહારાજાએ આ ગામ અંગ્રેજોને ભેટ આપ્યું હતું. અંગ્રેજ સૈનિકો, સેનાધિકારીઓ અને અંગ્રેજી શાસકના અધિકારી લોકોમાં આ સ્થાનનું વધારે આકર્ષણ હતું. ‘દાગ-એ-શાહી' નામ બદલાઈ ગયું અને ડગશાઈ બની ગયું. મિ. વૈઅન સેનામાં ઉચ્ચ અધિકારી હતા. એ તેમની પત્ની રેલેકાની સાથે અહીં આવતા હતા. અહીં એમની બદલી થઈ હતી. ઠંડું વાતાવરણ, ચાંદની રાત અને એકાન્ત! વૈસ્ટન અને રેલેકાની યુવાન વય હતી, સુખસુવિધાની કોઈ ખોટ ન હતી. એકને ચંદા જેવી ખૂબસૂરત પત્ની મળી હતી, તો બીજાને બેહદ પ્યાર કરનારો પતિ મળ્યો હતો. પરંતુ એક દિવસ ગજબ થઈ ગયો ! રેલેકાએ સવારે વૈરુનને કહ્યું કે રાતના સમયે કોઈ બેડરૂમની બારીમાંથી અંદર જોતું હતું, જ્યારે મારી નજર બારી ઉપર પડી તો એ એકદમ ગાયબ !' ઉપસંહાર ૩૨૭]

Loading...

Page Navigation
1 ... 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356