________________
મોક્ષશ્રીની પ્રાપ્તિ
ગ્રંથકાર કહે છે કે આ રીતે પરમ સુખ અને શ્રેષ્ઠ યશ પ્રાપ્ત કરીને એ મહાત્માઓ કર્મક્ષય કરીને મુક્તિ પામી જાય છે. આમ તો ભાવનાઓને આત્મસાતુ કરનારા મહાત્માઓ આ જન્મમાં મોક્ષસુખનો અનુભવ કરે છે.
તમારે લોકોને આ જીવનમાં મોક્ષસુખનો નમૂનો ચાખવો છે? તો ભાવનાઓનું પ્રતિદિન ચિંતન કરતા રહો. આમ તો ૧૬ ભાવનાઓની બાબતમાં ૭૨ પ્રવચનો આપવામાં આવ્યાં છે, છપાઈ પણ ગયાં છે - ત્રણ ભાગમાં. તમે એ વાંચતા રહો. વારંવાર વાંચતા રહો. શાન્તિ મળશે, સમતા મળશે, મોહમાયાનાં બંધનો તૂટશે. કેટલાક પાપોનો ક્ષય પણ થશે. આત્મા નિર્મળ, પવિત્ર અને પ્રસન્ન થશે.
આજે બસ, આટલું જ.
ઉપસંહાર
૩૨૫