Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 346
________________ તૃપ્તિનો અનુભવ કરશે જ ને?કરવો છે આવો અનુભવ?તો ક્ષણિક તૃપ્તિનો પૂર્ણ રૂપે ત્યાગ કરવો પડશે. જેવૈષયિક સુખોથી અલ્પકાલીન તૃપ્તિ થાય છે, એવા વૈષયિક સુખો પાછળ શા માટે અતૃપ્ત બનીને ભટકતા રહેવું ? અનંતકાળથી ભટકતા રહ્યા છીએ. હજુ આગળ ભટકવું છે? વિશ્વમાં એવો કયો રસ છે કે જેનું વર્ષો સુધી કેટલાય જન્મોમાં ઉપભોગ કર્યા પછી પણ જીવાત્માને તૃપ્તિ થઈ હોય? તમે લોકોએ જન્મથી લઈને આજ સુધી શું ઓછા રસોનો અનુભવ કર્યો છે? શું તૃપ્ત થઈ ગયા? મળી ગઈ તૃપ્તિ? નહીંને? તો પછી વૈષયિક રસોમાંથી તૃપ્તિ પામવાની ઇચ્છા છોડી દો. આત્મગુણોમાં.. સત્ ચિત્ આનંદની મસ્તીનો અનુભવ કરો. જ્ઞાનસારમાં કહ્યું છે કેया शान्तैकरसास्वादाद् भवेत् तृप्तिरतीन्द्रिया ।। सा न जिह्वेन्द्रिय द्वारा षड्रसास्वादनादपि ॥ શાન્તરસના અદ્વિતીય અનુભવથી આત્માને જે અતીન્દ્રિય - અગોચર તૃપ્તિ થાય છે, એ જીભના માધ્યમથી પÇરસ ભોજનથી પણ મળતી નથી. . અહીં પરસજન્ય તૃપ્તિ ઉપમા છે અને જ્ઞાનતૃપ્તિ ઉપમેય છે. “શાન્તરસનું વર્ણન કરતી વખતે સાહિત્ય દર્પણ'માં કહ્યું છે? न यत्र दुःखं न सुखं न चिन्ता, न रागद्वेषो न च काचिदिच्छा । रसः सः शान्तः कथितो मुनीन्दः, सर्वेषु भावेषु समप्रमाणः ॥ આ શ્લોકનો અર્થ સાંભળી એ શાન્તરસ કહેવાય છે કે જ્યાં ઈષ્ટ વિયોગનું દુખ હોતું નથી. ઈષ્ટ સંયોગનું સુખ હોતું નથી. ન કોઈ ચિંતા હોય છે, ન તો કોઈ પુદ્ગલ-વિશેષ પ્રત્યે રાગદ્વેષ હોય છે. ન તો કોઈ ઇચ્છાઓ-અપેક્ષાઓ કે કોઈ અભિલાષાઓ હોય છે ને મહત્ત્વાકાંક્ષાઓ હોય છે. જગતના તમામ ભાવો પ્રત્યે સમદ્રુષ્ટિ હોય છે. પુરુષાર્થ વગર પોતાની મેળે શાન્તરસ ઉત્પન્ન થતો નથી. એને માટે સોળ ભાવનાઓનું સતત ચિંતન-મનન કરવું પડશે. વિશ્વના ભૌતિક પદાર્થોની નિસારતા, નિર્ગુણતાનો ખ્યાલ મનમાં વૃઢ બનાવવો પડશે. એને માટે એટલે કે શાન્તરસના ઉદ્દીપન માટે જ્યાં યોગી-મુનિજનોનાં પુણ્ય સાનિધ્યો હોય, ત્યાં રહેવું પડશે. એકાદ પવિત્ર, શાન્ત અને સાદા આશ્રમનું સ્થાન હોય, કોઈ રમ્ય-પવિત્ર [૩૩ર શાન્તસુધારસઃ ભાગ ૩]

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356