________________
આંખ ઉઠાવીને સામે જોયું. વસ્ત્રના છેડાથી આંખો સાફ કરીને ફરી પાછા પુસ્તક વાંચવામાં તન્મય થઈ ગયા. રાજા આમ શંકાશીલ
આમ રાજાની નજર આચાર્ય તરફ હતી. બપ્પભટ્ટીએ નજર ઉઠાવીને સામે જોયું, તો આમ રાજાને લાગ્યું કે તે નર્તકી તરફ જોઈ રહ્યા છે. રાજાના મનમાં ગ્લાનિ થઈ. “આત્મજ્ઞાની... સિદ્ધાંત પારગામી યોગી પુરુષના મનમાં જો મૃગનયની સ્થાન જમાવી લેતી હોય, તો સંસારમાં કંઈ પણ સારરૂપ હોય તો આ મૃગલોચના. જ છે. આમ રાજા વિકલ્પોની જાળમાં ફસાઈ ગયો.
એણે વિચાર કર્યો: ‘મારે આચાર્યશ્રીની અગ્નિપરીક્ષા લેવી પડશે. એમના બ્રહ્મચર્યને કસોટીએ ચડાવવું પડશે.' રાજાએ નર્તકીને ગુપ્ત મંત્રણા માટે પોતાની પાસે બોલાવી અને કહ્યું: “તારે પુરુષવેશે રાતના સમયે આચાર્યદિવના ઉપાશ્રયે જવાનું છે અને એમને વિચલિત કરવાનો પ્રયાસ કરવાનો છે.' રાજાએ નર્તકીને કીમતી હાર ભેટ ધર્યો. નર્તકી ખુશ થઈને પોતાના નિવાસે ગઈ. નર્તકી આચાર્યદેવના ઉપાશ્રયેઃ
બપ્પભટ્ટીએ નિત્ય ક્રમ અનુસાર પોતાની આવશ્યક ક્રિયાઓ કરી અને આત્મચિંતન કરતા કરતા એ નિદ્રાધીન થયા. ઉપાશ્રયમાં અંધકાર હતો. નીરવ શાન્તિ હતી. રાતનો બીજો પ્રહર ચાલુ થઈ ગયો હતો. એ સમયે એક સુંદર યુવકે ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો અને આચાર્યદેવના સંથારાની પાસે જઈને બેસી ગયો. તેણે પોતાના મુલાયમ હાથોથી આચાર્યશ્રીના પગ દબાવવાનું પ્રારંભી દીધું.
હાથનો સ્પર્શ થતાં જ આચાર્યદિવની નિદ્રા તૂટી ગઈ. “આ સ્પર્શ પુરુષનો નથી. સ્ત્રીના કોમળ હાથોનો સ્પર્શ છે.' તેમણે પૂછ્યું: ‘તું કોણ છે? આ સમયે તું અહીં શા માટે આવી છે? આચાર્યશ્રી બેઠા થઈ ગયા.
નર્તકીએ કહ્યું હું આપના પ્રત્યે પ્રેમથી પાગલ બની ગઈ છું. આપ મારો સ્વીકાર કરો.” આચાદવે કહ્યું: ‘તું ભોળી લાગે છે. તું શું જાણતી નથી કે હું બ્રહ્મચારી છું? તારો કોઈ ઉપાય મારી પાસે ચાલશે નહીં.'
નર્તકી બોલીઃ યોગીશ્વર ! તમે આમ કહીને મારાથી છૂટી નહીં શકો. તમે દિલથી તો મને ચાહો છો, તો શા માટે મારા પ્રેમને ઠોકર મારી રહ્યા છો ? ચાલો બહાર ઝરૂખામાં - ચાંદનીમાં મારું રૂપ જુઓ.’
આચાદિવે ગંભીરતાથી કહ્યું: “અરે મુશ્કે! તો અંધારામાં પણ જોઈ શકું છું. તારા શરીરની આરપાર જોઈ શકું છું. તારા શરીરમાં ભરેલ હાડમાંસ, ચરબી વિઝા
[૩૨૦
શાન્તસુધારસ ભાગ ૩