Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 336
________________ તેમણે નર્તકીને કહ્યું: “નર્તકી! તું તારી સર્વ કળાઓ પૂરી તાકાત સાથે અજમાવીશ, તો પણ તું મને રજમાત્ર ચલિત કરી શકીશ નહીં. શા માટે આટલો નિરર્થક શ્રમ કરી રહી છે? તું રાજાની પાસે જા, એમને કહી દે કે આચાર્યની સમતાપ્રિયા એમની પાસે રાતદિવસ રહે છે અને તે પોતાની સમતાપ્રિયાની સાથે સુખી છે, તૃપ્ત છે. હવે એમને બીજી પ્રિયાની આવશ્યકતા નથી. હવે તું અહીંથી ચાલી જા.' આખરે નર્તકી હારી ગઈ. એણે જતાં જતાં કહ્યું: ‘ગુરુદેવ! સાચે જ આપ મહાત્મા નહીં, પરમાત્મા છો. આપ સહજ પણ વિચલિત ન બન્યા. હે મારા દેવ ! મારા અપરાધોની ક્ષમા આપો. હું આપની સામે ક્ષમા યાચું છું.' ભાવનાભાવિત હૃદયનું આ સત્ત્વઃ આચાર્યદિવમાં કેવું અદ્ભુત સત્ત્વ હશે? કેટલો દૃઢ ઇન્દ્રિયસંયમ હશે? કેવો મનોનિગ્રહ હશે? હવે આમ રાજા ગુરુદેવની પાસે ગયો, ત્યારે તે આંખો બંધ કરીને બે હાથ જોડીને બોલ્યોઃ કમલનયના યૌવનાથી, ગનત, અલંકૃત વક્ષસ્થળવાળી, પાતળી કમર પર ત્રિવતલતા દ્વારા શુંગારયુક્ત નારીને જોઈને પણ જેનું મન વિકારથી પરેશાન નથી થતું એવા શ્રી બપ્પભટ્ટસૂરીશ્વરજીના ચરણોમાં મારી વંદના.' આમ બોલીને રાજાએ દંડવત્ પ્રણામ કર્યા. સોળ ભાવનાઓથી ભાવિત થઈને તમે પણ સત્ત્વશીલ અને મોહવિજેતા બની શકો છો. સાધુએ તો રોજ પ્રતિક્રમણ, પ્રતિલેખન કરવાનું હોય છે. એમ દરરોજ ૧૬ ભાવનાઓનું ચિંતન કરવાનું હોય છે. આ નિશ્ચિત કર્તવ્ય છે. તમે લોકો સાંભળો છો, પણ ચિંતન-મનન નથી કરતા. એટલે તો સત્ત્વહીન અને મોહાસક્ત બની ગયા છો. મમત્વનાં બંધનોમાં જકડાયેલા રહો છો. ભૌતિક સુખોની શોધમાં જીવન બરબાદ કરી રહ્યા છો. ભાવનાભાવિત અંતઃકરણનું સુખઃ સુખ પામવું હોય તો અંતઃકરણનું અનુપમ સુખ પામી લો. ગ્રંથકાર કહે છે કે - ચક્રવર્તી અને દેવરાજ ઈન્દ્રના સુખથી ય વધારે સુખ ભાવનાભાવિત હૃદયવાળાને મળે છે. પરંતુ તમને તો ચક્રવર્તીનું સુખ જોઈએ ને?દેવલોકના ઈન્દ્રનું સુખ જોઈએ ને? ભટકાઈ જશો આ ભીષણ ભયારણ્યમાં. ભૌતિક સુખોની આસક્તિ છોડી દો. બની શકે એટલાં ભૌતિક સુખોનો ત્યાગ કરતા રહો. જો તમે ૧૬ ભાવનાઓનું એકાન્તમાં ચિંતન કરતા રહેશો, તો અવશ્ય સુખાસક્તિ તૂટી જશે. ભીતરના અનુપમ સુખનો અનુભવ થશે. પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે: ૩૨૨ શાન્તસુધારસ : ભાગ ૩

Loading...

Page Navigation
1 ... 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356