________________
સત્ત્વશીલ બનવું પડશેઃ
ગ્રંથકાર કહે છે - સત્ત્વશીલ મન નિર્મમત્વભાવ સ્થિર કરે છે. તાત્પર્ય એ છે કે સત્ત્વશીલ નિર્ભય બન્યા સિવાય આત્મામાં નિર્મમત્વભાવ ઉત્પન્ન થતો નથી. ઉત્પન્ન થાય છે તો તે સ્થિર રહેતો નથી. નિર્મમનિમહ બનેલા રહેવા માટે સાત્ત્વિકતા -નિર્ભયતા તો જોઈએ જ. નિ:સત્ત્વ અને કાયર મનુષ્ય મોહવિજય કરી શકે નહીં. નિર્મમ બની ન શકે. સાત્ત્વિક બનવાના બે ઉપાયોઃ (૧) પરપદાર્થોની ઉપેક્ષા કરો. (૨) અદ્વૈતની અપેક્ષા રાખો.
પદાર્થ એટલે કે આત્માથી ભિન્ન પદાર્થ. જગતમાં એવા પદાર્થો અનંત છે. અનાદિકાળથી જીવ આ પરપદાર્થોના સહારે રહેવાને ટેવાઈ ગયો છે. જીવાત્માની એવી દ્રઢ માન્યતા થઈ ગઈ છે કે પરપદાર્થોને સહારે જ જીવી શકાય છે. શરીર વૈભવ, સંપત્તિ, સ્નેહી સ્વજન મિત્ર પરિવાર, માનસન્માન અને એમનાથી સંબંધિત પદાર્થોની સ્પૃહા, મમત્વ અને રાગાદિથી તે વારંવાર ભયાક્રાન્ત, નિ:સત્ત્વ અને કાયર બની જાય છે. એટલા માટે આત્મસ્વભાવ પ્રત્યે ઉપેક્ષાભાવને ત્યજી દો. આત્મસ્વભાવમાં રમણતા થતાં જ વિવશતા, વ્યાકુળતા, નિ:સત્ત્વતા અને વિષાદ નામશેષ થઈ જાય છે. પરપદાર્થોની અપેક્ષાવૃત્તિ ખતમ થઈ જશે. તમારી અંદર આત્મસ્વભાવની મસ્તી જાગી જશે. સાત્ત્વિકતાની ખુમારી અને વિષયવૈરાગ્યની પ્રભાવશાળી અભિવ્યક્તિ થઈ જશે.
સત્ત્વશીલ બનવા માટે ત્રણ વાતો વિચારતા રહોઃ (૧) વિશ્વમાં કશું જ છુપાવવા જેવું નથી. (૨) વિશ્વમાં લેણદેણ કરવા જેવું કશું નથી. (૩) વિશ્વમાં સંગ્રહ કરવા જેવું કશું નથી. આ ત્રણ બાબતો ઉપર ગંભીરતાથી ચિંતન-મનન કરતા રહો, સત્ત્વ ઉલ્લસિત થશે, મોહનું મર્દન કરીને તમે ઉત્સાહિત થશો.
બ્રહ્મજ્ઞાન (આત્મજ્ઞાન) રૂપી એક શસ્ત્ર ધારણ કરીને મોહસેનાનો સંહાર કરતા રહો. બ્રહ્માસ્ત્રની સહાયતાથી રણક્ષેત્રમાં રણશિંગુ ફુકીને મોહરિપુની વિરાટ સેનાને મારી હટાવીને આગળ વધતા ચાલો. તમારી પાસે બ્રહ્માસ્ત્ર છે તો બિચારો મોહ તો નિસ્તેજ, અશક્ત અને નિર્જીવ સાબિત થશે. આત્મજ્ઞાનીની આગળ એનું કશું નહીં ચાલે. આત્મજ્ઞાનનું કવચ પહેરી લોઃ
મોહની વિરુદ્ધ સંગ્રામ ખેલવાનો છે. આત્મજ્ઞાની જ એ સંગ્રામ ખેલી શકે છે.
| ૩૧૮ દિ
શાન્ત સુધારસઃ ભાગ ૩ |