Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 330
________________ આત્માની એકતાનો ભ્રમ દૂર થતાં જ શરીરાદિમાં ઉપકાર-અપકારરૂપ બુદ્ધિ રહેતી નથી. ॥ જ્ઞાની પોતાના આત્માને શરીરથી જુદો માને છે, કારણ કે શરીર રૂપી છે, આત્મા અરૂપી છે, શરીર જડ છે, આત્મા ચેતન છે. શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે. શરીર અંધ છે, આત્મા જોઈ શકે છે. શરીર ઇન્દ્રિયગ્રાહ્ય છે, આત્મા અતીન્દ્રિય છે. શરીર બાહ્ય પરતત્ત્વ છે, આત્મા અંતરંગ સ્વપ્નવત્ છે. આ રીતે વિવેકથી જીવને જ્યારે ભેદજ્ઞાન થાય છે ત્યારે શરીરાદિમાં આત્મબુદ્ધિની ભ્રમણા છૂટી જાય છે. દેહાદિક પદાર્થો પ્રત્યે જ્ઞાતાબુદ્ધિ પેદા થાય છે અને તે ચૈતન્યરૂપમાં થવા લાગે છે. આ રીતે જ્યારે જીવને ભેદજ્ઞાન દ્વારા સ્વ-૫૨નું ભાન થાય છે અને ત્યારે તે પરભાવથી મુક્ત થઈને સ્વસન્મુખ થાય છે. # હું સ્વસંવેદન દ્વારા સ્વયં મારા આત્મસ્વરૂપને મારા આત્મામાં અનુભવું છું. અર્થાત્ હું ચૈતન્યસ્વરૂપે સ્વસંવેદનગમ્ય છું. એમાં નથી સ્ત્રીપુરુષાદિ જાતિભેદનું અસ્તિત્વ કે નથી એક-બે સંખ્યાનો વિકલ્પ. અંતરાત્મા વિચાર કરે કે જીવમાં સ્ત્રીપુરુષ આદિનો વ્યવહાર માત્ર શરીરને કારણે છે. એક-બે આદિ બહુવચનનો વ્યવહાર પણ શરીરાશ્રિત છે. જ્યારે શરીર મારું રૂપ જ નથી, મારું શુદ્ધ સ્વરૂપ તો નિર્વિકલ્પ છે. પછી જાતિભેદ અને વચનભેદનાં વિકલ્પો કેવી રીતે બની શકે ? *જે શુદ્ધાત્મસ્વરૂપ અતીન્દ્રિય છે, વચન-અગોચર છે અને સ્વાનુભવગમ્ય છે - તે હું છું.’ એવું જ્ઞાન જ્યાં સુધી ન હતું ત્યાં સુધી જીવ અજ્ઞાન નિદ્રામાં સૂતો હતો. જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ છે, તે જ જાગે છે અને જેને શુદ્ધાત્માની ઉપલબ્ધિ નથી તે સૂતેલો છે. જ્યારથી તે ચિદાનંદસ્વરૂપનો સ્વસંવેદન દ્વારા અનુભવ કરે છે ત્યારથી તે સદૈવ જાગ્રત થાય છે. # નિશ્ચયથી હું એક છું. શુદ્ધ છું, મમત્વરહિત છું. જ્ઞાનદર્શનથી પૂર્ણ છું. સ્વભાવમાં લીન છું. ચૈતન્યસ્વરૂપમાં લીન થતો હું ક્રોધાદિ સર્વ આસ્રવોનો નાશ કરું છું. અજ્ઞાની લોકો મારા આત્માને જોતા-જાણતા નથી. મારું આત્મસ્વરૂપ અતીન્દ્રિય હોવાથી ઇન્દ્રિય-અગોચર છે, તો પછી એ લોકો મારે માટે શત્રુમિત્રની કલ્પના કેવી રીતે કરી શકે ? તેઓ તો મારા જડ શરીરને જ જુએ છે ! શરીરથી અત્યંત ભિન્ન મારો આત્મા તો દેખાતો જ નથી, તો પછી ભલેને એ અજ્ઞાની લોકો મારા શરીરને શત્રુ યા મિત્ર માને ! મારે શું લેવાદેવા ? ૩૧૬ શાન્તસુધારસ : ભાગ ૩

Loading...

Page Navigation
1 ... 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356