Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 331
________________ આત્મચિંતનથી મોહ-મમત્વ દૂર થાય છે? રાગદ્વેષાદિ વિભાવોમાં વર્તમાન જીવાત્મા જ મોહ-મમત્વની, માન-અપમાનની કલ્પનાથી દુઃખી થાય છે. પરંતુ જેનું ચિંતન રાગદ્વેષ મોહાદિ વિભાવોથી મુક્ત બનીને પોતાના જ્ઞાનસ્વરૂપમાં લીન થાય છે, એને મોહ-મમત્વની, માન-અપમાનની કલ્પનાઓ ઉત્પન્ન થતી નથી. જ્ઞાનાનંદમાં લીન મહાત્મા તો સદા જ્ઞાતા-દ્રા જ બનેલો રહે છે. સમ્યગુષ્ટિ જીવને પોતાની ભૂમિકા અનુસાર રાગદ્વેષ રહે છે, પરંતુ એ સમયે ભીતરમાં આત્માનું ભેદજ્ઞાન થાય છે. એ બાહ્ય નિમિત્તોને અને વિકારોને પોતાના આત્મસ્વરૂપથી ભિન માને છે, એટલા માટે એને એમાં આદરભાવ નથી થતો. અસ્થિરતાને કારણે જ રાગદ્વેષ થાય છે. રાગદ્વેષને તે પોતાનું સ્વરૂપ નથી માનતો. એ મહાત્માની દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ પ્રત્યે હોય છે. એ અસ્થિરતાજન્ય રાગદ્વેષને મિટાવવા ચૈતન્યસ્વરૂપની ભાવના ભાવતો હોય છે. એટલા માટે જ્ઞાની પુરષો કહે છે : જ્યારે ચારિત્રની નબળાઈના કારણે રાગદ્વેષાદિ વિકારી વૃત્તિઓનું ઉત્થાન થાય ત્યારે આત્મસ્વરૂપની ભાવના ભાવવી, એનાથી વૃત્તિઓ શાન્ત થઈ જશે. રાગદ્વેષાદિના શમન માટે શુદ્ધાત્માની ભાવના જ શ્રેષ્ઠ ઉપાય છે. ચૈતન્યસ્વરૂપમાં ઉપયોગનું અનુસંધાન કરવું એ જ રાગદ્વેષ, મોહ-મમત્વને દૂર કરવાનો ઉપાય છે. બાહ્ય પદાર્થોમાં આકર્ષણ થશે તો રાગદ્વેષ કદી દૂર નહીં થાય. પ્રથમ તો દેહાદિથી ભિન્ન અને રાગાદિથી ભિન્ન એવા ચિદાનંદસ્વરૂપનું ભાન થતાં જ એમાં ઉપયોગની લીનતા થાય છે. ઉપયોગને પોતાના ચિદાનંદસ્વરૂપમાં એકાગ્ર કરવા માટે સર્વપ્રથમ પોતાના સ્વરૂપને દેહાદિથી અને રાગાદિથી અત્યંત ભિન્ન જાણવું પડશે. સર્વ પૌદ્ગલિક વિષયોમાં, એમના રાગમાં કદીય, ક્યાંય પણ મને સુખશાન્તિ મળવાની નથી અને જગતમાં ક્યાંય પણ મારું સુખ હોય તો તે મારા - નિજસ્વરૂપમાં જ છે. અન્યત્ર ક્યાંય નથી. એટલા માટે હવે હું મારા સ્વરૂપમાં જ ઉપયોગનું અનુસંધાન કરું છું.' આત્મભ્રાન્તિથી અર્થાત્ શરીરમાં આત્મબુદ્ધિ કરવાથી જે દુઃખો ઉત્પન્ન થાય છે એ ભેદજ્ઞાનથી નષ્ટ થાય છે. આથી ભેદજ્ઞાન દ્વારા આત્મસ્વરૂપની પ્રાપ્તિનો પ્રયત્ન કરવો જોઈએ. ભેદજ્ઞાનમાં દ્રઢતા આવતાં આત્મસ્વરૂપમાં સ્થિરતા આવશે અને આત્મા મુક્તિ પામશે. ઉપસંહાર ૩૧૭.

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356