________________
કારણ કે આત્મજ્ઞાની જ નિર્ભય, નિશ્ચલ અને અજેય હોય છે. એનામાં કાયરતાનું નામોનિશાન હોતું નથી. ધસી આવતાં મોહાસ્ત્રોની વર્ષા થવા છતાં પણ આત્મજ્ઞાનીના મુખારવિંદ ઉપર ભયની રેખા ય ઊપસતી નથી. એના મનમાં તો અદમ્ય ઉત્સાહ અને અપૂર્વ ઉલ્લાસ જ હોય છે – મોહ પર વિજય પામવાનો. એવા મહાત્માનું કવચ તો જુઓ ! એ લોખંડનું નથી હોતું, કાચબાની ઢાલનું પણ નહીં ! એ કવચ છે જ્ઞાનનું ! જ્ઞાનકવચ !
જ્ઞાનકવચ ધારણ કરી રાખો. મોહ લાખ પ્રયત્નો કરે, મોહાસ્ત્રોનો ભંડાર ખાલી કરી દે, પરંતુ જ્ઞાનકવચની સામે બધું નિષ્ફળ ! રૂપસુંદરી કોશાને ત્યાં મહાયોગી સ્થૂલભદ્રજી આ જ્ઞાનકવચને ધારણ કરીને બેઠા હતા. ચાર માસ સુધી મોહાસ્ત્રની વર્ષા થતી રહી છતાં કોઈ અસર ન થઈ. મુનિરાજ નિર્ભય હતા, સત્ત્વશીલ હતા, એટલા માટે મોહ ઉપર વિજય પામીને બહાર આવ્યા. તમે લોકોએ શાલિભદ્રજી અને ધનાજીની વાત સાંભળી છે ને ? તેમના ત્યાગમાં કેવી સાત્ત્વિકતા હતી ? અને વૈભારગિરિ ઉપર, પથ્થરની ચટ્ટાન ઉપર અનશન કરીને એ સૂતા હતા અને માતા ભદ્રા શાલિભદ્રની પત્નીઓની સાથે ત્યાં વંદન કરવા ગયાં, તો આંખો પણ ખોલી નહીં. એક શબ્દ પણ ન બોલ્યા ! નિરંજનના ધ્યાનમાં લીન રહ્યા. કોઈ મમત્વ રહ્યું ન હતું.
તમે લોકો મંદિરમાં અથવા થોડી વાર માટે પણ નિર્મમત્વ ધારણ કરી શકો છો ? પૂજા કરતી વખતે પરમાત્મામાં અને ધર્મોપદેશ સાંભળતી વખતે સદ્ગુરુમાં લીન રહી.શકો છો ? એક નવકારવાળી ગણતી વખતે મનને પંચપરમેષ્ઠીમાં લીન રાખી શકો છો ? શા માટે નથી રાખી શકતા ? કારણ કે મમત્વ ભર્યું છે હૃદયમાં ! સમ્યગ્ જ્ઞાન નથી. ! પછી મોહતત્ત્વ ઉપર વિજય કેવી રીતે પામશો ?
ત્યાગને માટે મહાન કાર્ય કરવા માટે સાત્ત્વિકતા જોઈએ અને મોહમાયા પર વિજય પામવા માટે જ્ઞાનનું કવચ જોઈએ.
આચાર્ય બપ્પભટ્ટીસૂરિજી અને નૃત્યાંગના
આજે હું તમને લોકોને એક અનોખી વાર્તા સંભળાવું. આ વાર્તામાં આચાર્ય બપ્પભટ્ટીસૂરિજીની શ્રેષ્ઠ સાત્ત્વિકતા, અપૂર્વ નિર્મમત્વ ભાવના તેમજ મોહવિજય અને વિશિષ્ટ ગુણોનો વૈભવ જાણવા મળશે.
એક દિવસે ગોપાલગિરિમાં રાજા આમની સભામાં આચાર્યદેવ બિરાજમાન હતા. રાજસભામાં એક નૃત્યાંગનાનું નૃત્ય ચાલી રહ્યું હતું. એના પગ નૃત્યમય હતા અને પ્રેક્ષકો ડોલતા હતા. આચાર્યદેવના હાથમાં એક પુસ્તક હતું. એ વાંચવામાં લીન હતા. વાંચતાં વાંચતાં એમની આંખોમાં ઝાંખપ વળી. એમણે પુસ્તકમાંથી
ઉપસંહાર
૩૧૯