Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 329
________________ સ્વજન મારાં નથી, રિદ્ધિસિદ્ધિઓ મારી નથી, તો પછી મારું શું? શુદ્ધ જ્ઞાન - કેવળજ્ઞાન મારું છે.' "शुद्धात्मद्रव्यमेवाहं शुद्धज्ञान गुणो मम ।" આ આત્મતત્ત્વવિચાર મોહપાશને છિન્નભિન્ન કરનારું અમોઘ શસ્ત્ર છે. તાત્પર્ય એ છે કે શુદ્ધ આત્મદ્રવ્યનો પ્રતિભાવ, આત્મદ્રવ્યથી ભિન્ન પુદ્ગલાસ્તિકાયના પ્રીતિભાવને નષ્ટ કરવામાં સર્વશક્તિમાન છે. બધી જ રીતે સમર્થ છે. બસ, જીવનનો એક જ ઉદ્દેશ બનાવી દો કે આત્મતત્ત્વથી પ્રેમ કરવાનો. છે અને પુદ્ગલ દ્રવ્યોથી કોશો દૂર રહેવાનું છે. એટલા માટે સૌથી પ્રથમ આપણું ધ્યાન શુદ્ધ આત્મદ્રવ્ય પર જ કેન્દ્રિત કરવાનું રહેશે. એને માટે આપણે “હું શુદ્ધ આત્મદ્રવ્ય છું'ની ભાવનામાં ઓતપ્રોત થવાનું છે. निर्मलं स्फटिकस्येव सहजं स्पमात्मनः । . અધ્યોપથસભ્યો પડતર વિમુરારિ ! (જ્ઞાનસાર ૩૦) આત્માનું વાસ્તવિક સિદ્ધસ્વરૂપ સ્ફટિક રત્નની જેમ વિમલ, નિર્મલ અને વિશુદ્ધ છે. એમાં ઉપાધિનો સંબંધ આરોપિત કરીને અવિવેકી જીવ આકુળવ્યાકુળ થાય છે.” સ્ફટિકની શ્યામલતા, લાલિમા, ગૌરતા જોઈને એને લાલ, કાળો યા ગૌરવણય કહેવું એ અજ્ઞાન છે. એમ નિશ્ચયદ્રષ્ટિથી જીવાત્માને એકેન્દ્રિયાદિ કહેવો એ પણ અજ્ઞાન જ છે. રૂપ-રંગ, સૌન્દર્ય-બેડોળતા.... વગેરે શરીરના ગુણદોષો છે - આત્માના નથી. આત્મા તો સહજભાવે નિર્મળ જ છે. નિશ્ચયદ્રષ્ટિથી આત્મતત્ત્વનું ચિંતન શુદ્ધાત્મા અનુભવગમ્ય ચેતન-દ્રવ્ય છે. ગ્રહણ ન કરવા યોગ્ય રાગદ્વેષાદિને એ ગ્રહણ નથી કરતો અને ગ્રહણ કરેલ અનંતજ્ઞાનાદિ ગુણોને છોડતો નથી. એ સર્વ પદાર્થોને દ્રવ્યગુણ પયયસહિત જાણે છે. જે નિજભાવને છોડતો નથી અને પરભાવને ગ્રહણ કરતો નથી, સર્વને જાણે છે, જુએ છે, તે હું છું. નિર્વિકલ્પ દશામાં આત્મસ્વરૂપનો અનુભવ કરતી વખતે જીવને પરદ્રવ્યનું ગ્રહણ અને ત્યાગવા યોગ્યનો ત્યાગ સ્વયં થઈ જાય છે. આત્મસ્વરૂપ સ્વસંવેદ્ય હોય છે, એ સ્વાનુભવગોચર હોય છે. આત્મા જાતે જ એનો અનુભવ કરી શકે છે. દેહાદિકમાં પુરુષની કલ્પના કરીને જે ઉપકાર-અપકારની કલ્પનારૂપ ચેષ્ટા કરતો હતો એ બંધ થઈ જાય છે. એ રીતે અંતરાત્માને ભેદવિજ્ઞાનથી શરીર અને ઉપસંહાર ૩૧૫ |

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356