________________
પછી તો રાજસભામાં હરિબળને સ્થાન મળે છે. રાજા-પ્રજાનો પ્રેમ મળે છે.. છતાં મનુષ્યની જિંદગી સરળ રીતે પસાર થતી નથી. વિઘ્નો આવે છે. પરંતુ દેવની સહાયથી હરિબળ વિનો પર વિજય મેળવે છે. દેવની સહાયથી લંકા પણ જાય છે. ત્યાંથી વિભીષણના માળીની પુત્રી કુસુમશ્રીને પરણીને લાવે છે.. | વિશાલપુરનો રાજા મદનવેગ કામીનવિકારી હતો. તે હરિબળને કપટથી મારી નાખી એની બે પત્નીઓને પોતાની રાણીઓ બનાવવા ધમપછાડા કરે છે. કાવાદાવા રમે છે, પણ છેવટે એ હારે છે... અને હરિબળ જીતે છે! હરિબળ રાજા બને છેઃ
છેવટે રાજા મદનવેગ હરિબળને પોતાની પુત્રી પરણાવે છે અને પોતાનું રાજ્ય આપે છે. રાજા પોતાનાં પાપોને ધોવા સદ્ગુરુ પાસે જઈદીક્ષા લે છે. તપ કરી, કમોને બાળી મોક્ષે જાય છે. જન્મભૂમિ કંચનપુર તરફ
કંચનપુરના રાજા વસંતસેને, પોતાની પુત્રી વસંતશ્રીને શોધવા ઘણા પ્રયત્નો કર્યો, પરંતુ વસંતશ્રીના સમાચાર ન મળ્યા. એક દિવસ કોઈ પરદેશીએ રાજસભામાં આવી, વિશાલપુરના હરિબળના સમાચાર આપ્યા. એના દાનગુણની ખૂબ પ્રશંસા કરી. રાજાને સમજાયું કે હરિબળ જ મારો જમાઈ છે અને વિશાલપુરનો રાજા બન્યો છે. તરત જ પ્રધાન પુરુષોને વિશાલપુર મોકલી, રાજા હરિબળને સપરિવાર કંચનપુર આવવા નિમંત્રણ મોકલ્યું.
નિમંત્રણ મળતાં જ હરિબળ પોતાની ત્રણે રાણીઓ સાથે વિશાળ સેના લઈને કંચનપુર આવ્યો. રાજા વસંતસેને ભવ્ય સ્વાગત કર્યું. વસંતશ્રીને મળી રાજા-રાણી ખૂબ રાજી થયાં. રાજાએ હરિબળની ખૂબ પ્રશંસા કરી, હરિબળને કહ્યું “રાજનું, હવે અમે આ સંસારથી વિરક્ત થયા છીએ. તમારો રાજ્યાભિષેક કરી અમે ચારિત્ર લઈ મોક્ષમાર્ગે જવા ઈચ્છીએ છીએ.'
હરિબળ કંચનપુરનો રાજા બન્યો. રાજા વસંતસેન અને રાણી વસંતસેનાએ દીક્ષા લીધી. કર્મોને ખપાવ્યાં અને મોક્ષગામી બન્યાં.. હરિબળનું આત્મચિંતનઃ
હરિબળ રાજા પોતાના નિયમનું યથાર્થ પાલન કરે છે. તે વિચારે છેઃ “ક્યાં મારું માછીનું કૂળ, અધમ દરિદ્રતા અને ક્યાં આ બે-બે રાજ્યોની સંપત્તિ? આ બધાં સુખ અને સંપદાનું એક જ કારણ છે - જીવદયા! માટે હું મારાં બંને રાજ્યોમાં જીવદયાનો [ કરુણા ભાવના
૨૩૯]