________________
આત્મજ્ઞાન માટે નિરંતર પ્રયત્નશીલ રહેવું જોઈએ. માત્ર આત્માને જાણી લો, બાકીનું બધું જાણવાની જરૂર નથી. આત્મજ્ઞાનથી જ મુક્તિ પામશો. આત્મસ્વરૂપની લીનતા પ્રાપ્ત કરો અને એટલા જ માટે કોઈ શું કરે છે તે જોવાનું નથી. ભલેને તે આમ્રફળો એકઠાં કરતો હોય કે પછી કેર ફળ એકઠાં કરતો હોય, જેને જે કરવું હોય તે ભલે કરે. કોઈને કશું જ ન કહો. એક આધ્યાત્મિક કવિએ સુંદર ગાયું છેઃ
આતમ ધ્યાનથી રે સંતો! સદા સંતોષે રહેવું, કમfધીન છે સૌ સંસારી, કોઈને કાંઈ ન કહેવું. આતમ. ૧ કોઈ જન નાચે, કોઈ જન ખેલે, કોઈ જન યુદ્ધ કરંતા, કોઈ જન જન્મે, કોઈ જન એ, દેશાટન કોઈ કરતા.. આતમ. ૨ વેળુ પીલી તેલની આશા, મૂરખ જન મન રાખે, બાવલિયો વાવીને આંબા કેરી રસ શું ચાખે ?... આતમ. ૩ વેરી સાથે વેર ન કીજે, રાગીશું નહીં રાગ. * સમભાવે સૌ જીવને નીરખે, તો શિવસુખનો લાગ... આતમ. ૪ જૂઠી જૂગની પુદ્ગલ બાજી, ત્યાં નવ રહીએ રાજી, તન ધન જોબન સાથ ન આવે, આવે ન માતપિતાજી... આતમ. પ લક્ષ્મી સત્તાથી શું હોવે? મનમાં જો વિચારી. એક દિન ઊઠી જવું જ અંતે દુનિયા સહુ વિસારી... આતમ. ૬ ભલાભલા પણ ઊઠી ચાલ્યા, જોને કેંઈક ચાલે, બિલાડીની દોટે ચડીઓ, ઉંદરડો શું મહાલે ?.. આતમ. ૭ કાળ-ઝપાટા સૌને વાગે, યોગીજન જગ જાગે, ચિદાનંદ ઘન આતમઅર્થી, રહેજો સૌ વિરાગે. આતમ. ૮ હવે આ કાવ્યનો સંક્ષેપમાં અર્થ સાંભળી લો. - હે સજ્જનો! સદેવ આત્મસ્વરૂપમાં રહો. સર્વસંસારી જીવો કમધિીન છે. કોઈને
કશું જ ન કહો. i કર્મવશ જીવો નાચે છે, ખેલે છે, યુદ્ધ કરે છે. કોઈ જન્મે છે, કોઈ મરે છે, કોઈ રડે
છે....કોઈ દેશ-પરદેશમાં ભટકે છે. v મૂર્ખમનુષ્ય રેતીને પીસીને તેલની આશા રાખે છે, બાવળ વાવે છે અને કેરીની
આશા રાખે છે. શું કહેવું આવા લોકોને? . કોઈ ભલે તારાથી વેર રાખે, પરંતુ તું એનાથી વેર રાખીશ નહીં. ભલે કોઈ
તારાથી સ્નેહ રાખે, તું રાગી ન બન. તું તો સમભાવે જીવોને જો. અને તો જ મોક્ષ મળશે.
માધ્યશ્મ ભાવના
૨૮૯