Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 307
________________ વધુ વિનાશી, તું અવિનાશી, અબ હૈ ઈનકા વિલાસી. વપુ સંગ જબ દૂર નિકાસી, તબ તુમ શિવ કા વાસી... આપ. ૩ રાગને રીસા દોય ખવીસા, એ તુમ દુખ કા દિસા. જબ તુમ ઉસકો દૂર કરીસા, તબ તુમ જગ કા ઈસા... આપ. ૪ પરકી આશ સદા નિરાશા, એ હૈ જગજન પાસા. વો કાટન કે કરો અભ્યાસ, લહો સદા સુખવાસા... આપ. પ કબીક કાજી, કબહીક પાજી, કબીક હુઆ અપભ્રાજી. કબીક કીતિ, જગ મેં ગાજી, સબ પુદ્ગલ કી બાજી... આપ. ૬ શુદ્ધ ઉપયોગને સમતાધારી, જ્ઞાન-ધ્યાન મનોહારી. કર્મકલંક કુ દૂર નિવારી, જીવ વરે શિવનારી... આપ. ૭ આ કાવ્યનો સંક્ષેપમાં અર્થ સાંભળી લોઃ u અવધૂ એટલે આત્મા, હે આત્મન ! પોતાના સ્વભાવમાં સદેવ મગ્ન રહો. જગતમાં સૌ જીવો કર્માધીન છે. એમાં કોઈ આશ્ચર્યન માનવું. એટલે કે કર્મવશ જીવ શું નથી કરી શકતો? 1 તું કોઈનો નથી, કોઈ તારું નથી, તો પછી શા માટે “મારું..મારું કહે છે? જે - વાસ્તવમાં તારે છે (જ્ઞાનદર્શનાદિ ગુણો) તે તારી પાસે જ છે, બીજું બધું જ પારકું છે. પરાયું છે. - શરીર વિનાશી છે. તું અવિનાશી છે. પણ તું હજુ શરીરનો રાગી છે. જ્યારે તું શરીરનો રાગ છોડી દઈશ ત્યારે તું મોક્ષમાં ચાલ્યો જઈશ. v પરદ્રવ્યોની આશા કરવાની નથી, એમાં નિરાશા જમળશે. પરની આશા જ એક મોટું બંધન છે. એ બંધનને કાપે તો તું સદેવ સુખી રહીશ. - કોઈ વાર તું ન્યાયાધીશ બને છે, તો કોઈ વાર તું બુદ્ધિહીન બને છે... તો કોઈ વાર કલંકિત બને છે. કોઈ વાર જગમાં તારી કીતિ ફેલાય છે - આ બધા પદ્ગલિક પ્રપંચો છે. એટલા માટે આત્માના શુદ્ધ સ્વરૂપમાં રહો. સમભાવ ટકાવી રાખો. જ્ઞાનધ્યાનમાં લીન રહો. તમારાં તમામ કર્મો નષ્ટ થશે અને જીવાત્મા શિવાત્મા બની જશે. તે મોક્ષ પામી જઈશ. सूत्रमपास्य जडा भाषन्ते केचन मतमुत्सूत्रं रे । किं कुर्मस्ते परिहतपयसो यदि पिबन्ति मूत्रं रे ॥ ४ ॥ કેટલાક જડબુદ્ધિ અને કદાગ્રહી લોકો શાસ્ત્રોની વાતો છોડી દઈને, ખોટી વાતો કરે છે. શાસ્ત્રોને ખોટાં પાડવા માટે દલીલો કરે છે, વ્યર્થ બકવાસ કરે છે, તો આપણે માધ્યશ્મ ભાવના

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356