________________
૧૯. ઘાતી.કર્મોના આંશિક ક્ષયથી પણ આત્મગુણોનું વિપુલ પ્રકટીકરણ થાય છે. ૨૦. ઘાતીકર્મોના ક્ષયોપશમથી અનેક પ્રકારની વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. સ્વયંભૂ લબ્ધિઓ પણ ઉત્પન્ન થાય છે. એ આકાશમાર્ગેથી ઊડી શકે છે. એ મનપસંદ રૂપ ધારણ કરી શકે છે.
૨૧. અને એ ‘અપૂર્વકરણ’ નામના આઠમા ગુણસ્થાને પહોંચી જાય છે. યથાખ્યાત ચારિત્ર તરફ
બીજાં માટે અપ્રાપ્ય એવી વિભૂતિઓ - લબ્ધિઓ પ્રાપ્ત થવા છતાં પણ એ તે પ્રાપ્તિમાં મમત્વ રાખતા નથી. રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવમાં આસક્તિ રાખતા નથી. પ્રશમરસમાં નિમગ્ન રહે છે.
આ રીતે તે મહાત્માઓ પોતાને પ્રાપ્ત થયેલી લબ્ધિઓ પ્રત્યે પૂર્ણતયા નિરપેક્ષ બને છે. ક્રોધાદિ કષાયો ઉપર પૂર્ણ વિજય પ્રાપ્ત કરે છે, ત્યારે એમને યથાખ્યાત ચારિત્ર' નામનો શ્રેષ્ઠ ચારિત્રગુણ પ્રાપ્ત થાય છે. જેને ગ્રંથકાર ઉપાધ્યાયજી ‘અનુપમ તીર્થ’ કહે છે.
યથાખ્યાત સંયમી મહાત્મા વીતરાગ હોય છે.
યથાખ્યાત ચારિત્રી યા તો નિગ્રંથ હોય છે યા સ્નાતક હોય છે.
આ ચારિત્ર નિરતિચાર હોય છે.
તીર્થંકરના તીર્થંકાળમાં અને તીર્થસ્થાપનાની પૂર્વે પણ હોય છે.
# યથાખ્યાત ચારિત્રી કર્મભૂમિમાં જ પેદા થાય છે. કોઈ એમનું અપહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જાય, એ જુદી વાત છે.
॥ ૧૧મા ગુણસ્થાનવાળા યથાખ્યાત ચારિત્રી મૃત્યુ પછી અનુત્તર દેવલોકમાં જાય છે. ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનવાળા મોક્ષમાં જ જાય છે. યથાખ્યાત ચારિત્રી અકષાયી હોય છે.
– પરમ શુક્લલેશ્યાયુક્ત હોય છે, અક્લેશી પણ હોય છે.
# ૧૧-૧૨મા ગુણસ્થાનક ઉપર વર્ધમાન વધતાજતા પરિણામવાળા હોય છે. ૧૩મા ગુણસ્થાનક ઉપર અવસ્થિત સ્થિર પરિણામવાળા હોય છે.
૧૧મા ગુણસ્થાનકના યથાખ્યાત ચારિત્રીના વધારેમાં વધારે ત્રણ ભવ હોય છે.
# નવમા ગુણસ્થાનક ઉપર ઉપશમભાવ હોય છે. ૧૨-૧૩-૧૪ ગુણસ્થાનક પર ક્ષાયિકભાવ હોય છે.
॥ ૧૩મા ગુણસ્થાનક ઉપર રહેલા તીર્થંકર પરમાત્મામાં જેવું યથાખ્યાત ચારિત્ર
માધ્યસ્થ ભાવના
૩૦૯