________________
હોય છે, એવું જ ચારિત્ર ૧૨મા ગુણસ્થાનક ઉપર રહેલા મહાત્માનું હોય છે. એટલા માટે આ ચારિત્રની અપેક્ષાથી તે મહાત્મા તીર્થંકરની સમાન હોય છે. વારિત્રકથાક્યાત સંતતીર્થગૃતતુલ્યમ્ II (પ્રીમ. રૂ૮)
છે ને આ અનુપમ તીર્થ! પોતાની અંદર જ સ્મરણ કરો. પોતાની અંદર જ યથાખ્યાત ચારિત્રની કલ્પના કરો. અનુપમ તીર્થની યાત્રા થશે. આ રીતે ૯૯ વાર યા ૧૦૮ વાર આ ભાવતીર્થની અનુપમ યાત્રા કરતા રહો.
परब्रह्मपरिणामनिदानं, स्फुटकेवलज्ञानं रे ।। विरचय विनयविवेचितगानं शान्तसुधारसपानं रे ॥ अनु.
પરબ્રહ્મના પરમ સાધનરૂપ ઉદાસીનભાવ (વીતરાગભાવ) જો કે કેવળજ્ઞાનને પ્રદીપ્ત કરે છે, એને પ્રાપ્ત કરવા માટે તું વિનય દ્વારા રચિત આ શાન્તસુધારસ- . કાવ્યનું અમૃતપાન કર્યા કર.” વીતરાગતાથી કેવળજ્ઞાનઃ
અપૂર્વ સાહસથી આત્મા બારમા ગુણસ્થાનકે પહોંચી જાય છે. ત્યાં તે મોહનીય કર્મનો નાશ કરી દે છે. વર્ષવિનાશો દિ મોહનીય નિત્યમ્ | આત્મા વીતરાગ બની જાય છે. બીજું શુક્લધ્યાન ચાલુ થઈ જાય છે. બે ઘડી એ જેવો વિશ્રામ લે છે, શ્રુતજ્ઞાનમાં ઉપયુક્ત થઈ જાય છે. જ્યારે આ ધ્યાનના બે સમય બાકી રહે છે ત્યારે પહેલા સમયમાં દર્શનાવરણ કર્મની બે પ્રકૃતિઓ નિદ્રા અને પ્રચલા’નો નાશ કરે છે. બીજા સમયમાં શેષ દર્શનાવરણ, જ્ઞાનાવરણ અને અન્તરાયકર્મનો નાશ કરે છે, ત્યારે એને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જે પરબ્રહ્મ-મોક્ષનું કારણ છે.
ચાર ઘાતકર્મોનો નાશ થતાં આત્મામાં કેવળજ્ઞાન પ્રકટ થાય છે. હવે કેવળજ્ઞાનનું સ્વરૂપ બતાવું છું. ૧. કેવળજ્ઞાન શાશ્વત હોય છે. આત્મામાં પ્રકટ થતાં સદાકાળ રહેનાર હોય છે. ૨. કેવળજ્ઞાન અનંત હોય છે. કદીય આ જ્ઞાનનો અંત નથી આવતો. ૩. કેવળજ્ઞાન મહાતિશયયુક્ત હોય છે. એટલે કે એનાથી આગળ કોઈ જ્ઞાન હોતું
નથી. ૪. કેવળજ્ઞાન અનુપમ હોય છે. દુનિયામાં એની કોઈ ઉપમા નથી. પ. કેવળજ્ઞાન અનુત્તર હોય છે. આ જ્ઞાનથી વધીને કોઈ ઉત્કૃષ્ટ જ્ઞાન નથી. ૬. કેવળજ્ઞાન નિરવશેષ હોય છે. એટલે કે આત્મસ્વરૂપ હોય છે. ૭. કેવળજ્ઞાન સંપૂર્ણ હોય છે. સર્વ શેય પદાર્થોને જાણનાર હોય છે.
[૩૧૦
શાન્તસુધારસ ભાગ ૩]