Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 326
________________ કર્મબંધ કરતો નથી. | પરંતુ જડબુદ્ધિ મનુષ્ય જિનપ્રવચનરૂપ કલ્પવૃક્ષનો ત્યાગ કરીને કુમત ઉન્માર્ગના બાવળવૃક્ષને વળગે છે, બાઝે છે, શું કરીએ? . પ્રગાઢ પાપકર્મોના ઉદયથી જીવ હિતકારી ઉપદેશ સાંભળતો નથી. એવા લોકો ઉપર રોષ ન કરવો, પણ માધ્યચ્ય ભાવના રાખવી. પુણ્યકર્મ વગર સન્માર્ગ મળતો નથી અને ધર્મ ભાવના આવતી નથી. પાપકર્મના ઉદયથી જીવમાં પ્રબળ મૂઢતા પેદા થાય છે. I કોઈ વ્યક્તિ આવીને પ્રશંસા કરે છે, કોઈ નિંદા કરે છે, પરંતુ મધ્યસ્થ વૃત્તિવાળો સાધક રાગદ્વેષ કરતો નથી. સમતામાં લીન રહે છે. . આ માધ્યસ્થ ભાવના આધ્યાત્મિક ગુણ છે, શ્રેષ્ઠ ગુણ છે. એનાથી જીવ શિવ બને છે. I આ સઝાયની રચના કુશલચંદ્રસૂરિજીના શિષ્ય દીપદેવ મુનિએ કરી છે. આ રીતે આજે માધ્યચ્ય ભાવનાનું વિવેચને પૂર્ણ કરું છું. એની સાથે ૧૬ ભાવનાઓનું વિવેચન પૂર્ણ થાય છે. આ પ્રવચનોમાં મારી મતિમંદતાવશ અથવા પ્રમાદના કારણે નિાશાથી વિપરીત કંઈપણ કહેવાયું હોય તો એ માટે મિચ્છામિ દુક્કડમ્! આજે બસ, આટલું જ. [૩૧૨ , શાન્ત સુધારસ ભાગ ૩

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356