________________
સમાગમ કરતા રહો. ભેદજ્ઞાનનો અનુભવ થશે.
ક્રોધી, માની, માયી, લોભી, પુદ્ગલરાગે હોય । પુદ્ગલસંગ વિના એ ચેતન, શિવનાયક નિત જોય ॥ પુદ્ગલરાગથી જ મનુષ્ય કષાયી બને છે. પુદ્ગલસંગ છૂટી જતાં એ મોક્ષગામી બની જાય છે.
જન્મ જરા મરણાદિક ચેતન, નાનાવિધ દુઃખ પાવે પુદ્ગલસંગ નિવારત તિણ દિન, અજરામર હો પાવે
પુદ્ગલથી જ આત્મા જન્મ-જરા-મૃત્યુ આદિ વિવિધ દુઃખો પામે છે. જ્યારે પુદ્ગલસંગ દૂર થઈ જાય છે, તો આત્મા અજર અમર થઈ જાય છે. પુદ્ગલરાગ કરી ચેતન કું, હોત કર્મકો બંધ । પુદ્ગલરાગ વિસારત મનથી, નિરાગ નિબંધ ॥
કર્મબંધ પણ પુદ્ગલરાગથી થાય છે. મનમાંથી પુદ્ગલરાગ નીકળી જવાથી આત્મા વિરાગી અને નિર્બંધ થઈ જાય છે.
પુદ્ગલ-પિંડ, લોલુપી ચેતન, જગ મેં રાંક કહાવે । પુદ્ગલનેહ નિવાર પલક મેં, જગપતિ બિરુદ ધરાવે ॥
પૌદ્ગલિક સુખોનો લોલુપી જીવ જગતમાં પણ રંક કહેવાય છે, પણ જ્યારે એ પુદ્ગલપ્રેમ ત્યજી દે છે ત્યારે જગતમાં યશ પામે છે, સુખ પામે છે.
કાલ અનંત નિગોદધામ મેં, પુદ્ગલરાગે રહિયો । દુઃખ અનંત નરકાદિકથી તું અધિક બહુવિધ સહિયો I
અનંતકાળ તેં નિગોદમાં વિતાવ્યો - તે પુદ્ગલરાગને કારણે. ત્યાં તેં નકાદિક ગતિઓનાં દુઃખોથી વધારે અનેક પ્રકારનાં દુઃખો સહન કર્યાં છે.
લહી ક્ષયોપમ મતિજ્ઞાન કો, પંચેન્દ્રિય જબ લાધી । વિષયાસક્ત રાગ પુદ્ગલથી, ઘોર નરકગતિ સાધી. ||
મતિજ્ઞાનનો કંઈક ક્ષયોપમ થતાં તું પંચેન્દ્રિય થયો, પરંતુ પુદ્ગલરાગથી વિષયાસક્ત બન્યો અને નરકે ગયો.
પુગલિક સુખ સેવત અહનિશ, મન-ઇન્દ્રિય ન ધાવે । જિમ ઘૃત મધુ આહુતિ દેતાં, અગ્નિ શાન્ત નવિ થાવે
જે રીતે અગ્નિમાં ઘી અને મધની આહુતિ આપતાં અગ્નિ શાન્ત થતો નથી, પ્રદીપ્ત થાય છે, એ રીતે પૌદ્ગલિક સુખ ભોગવવાથી મન અને ઇન્દ્રિયો કદી તૃપ્ત થતા નથી.
માધ્યસ્થ્ય ભાવના
૩૦૩