________________
पश्यसि किं न मनःपरिणामं निज निज गत्यनुसारं रे । येन जनेन यथा भवितव्यं तद्भवता दुर्वारिं रे ॥ ५ ॥ अनु. જે જીવની જેવી ગતિ હોય છે એવી એની મતિ હોય છે. મનના વિચારો હોય છે. આ વાત તું કેમ સમજી શકતો નથી? જે મનુષ્યની જેવી ભવિતવ્યતા હોય છે, એને બદલવી અતિ મુશ્કેલ છે, અશક્ય છે.”
ગ્રંથકાર ઉપાધ્યાયજી આ કાવ્યમાં બે મહત્ત્વપૂર્ણ વાતો કરીને આપણું ધ્યાન આકર્ષિત કરે છે.
પ્રથમ વાત છે – મનના વિચારોની. એ કહે છે: પોતપોતાની ગતિ અનુસાર મનુષ્યના વિચારો હોય છે. જે ગતિમાં મનુષ્યને મૃત્યુ પછી જવાનું છે, તે અનુસાર એની વિચારયાત્રા ચાલે છે.
બીજી વાત છે - ભવિતવ્યતાની. પ્રત્યેક જીવાત્માની પોતપોતાની ભવિતવ્યતા નિશ્ચિત હોય છે. એને બદલી શકાતી નથી. મનુષ્ય મરીને ચાર ગતિઓમાં જઈ શકે છે?
ખૂબ સમજવા જેવી વાત છે. “જેવી ગતિ તેવી મતિ' - એમ કહેવાય છે. મનુષ્ય મરીને દેવગતિમાં, મનુષ્યગતિમાં, તિર્યંચગતિમાં અને નરકગતિમાં જઈ શકે છે. એને માટે ચારે ગતિનાં દ્વાર ખૂલાં હોય છે.
એ જે ગતિમાં જવાનો હશે, એ ગતિને અનુરૂપ અહીં એના મનોવિકારો હશે. જો તે મરીને દેવલોકમાં જવાનો હશે; તો એનામાં પરમાત્માભક્તિ, ગુરુસેવા, ધર્મોત્સવ, સાધર્મિક ભક્તિ, મૃદુ ભાષા, સવ્યવહાર આદિ ગુણો હશે. એના વિચારો એવા જ પવિત્ર - સારા હશે.
મરીને જો તે મનુષ્યગતિમાં સારા ક્ષેત્રમાં, સારા કુળમાં જન્મ લેનારો હશે; તો તે કિરૂણાવંત હશે, દયાળુ હશે, દાનપ્રિય હશે, સ્વજનપ્રિય હશે, પરોપકારી હશે. દેવગુરુનો રાગી હશે. મરીને જો તે તિર્યંચ યોનિમાં (પશુપક્ષીની યોનિમાં) જનારો હશે, તો એને ખાવાપીવાના વિચારો વધારે આવશે. મરીને નરકગતિમાં જનારો હશે, તો તે દૂર હશે, હિંસક હશે, ઈષ્ય-પ્રપંચ અને તીવ્ર રાગદ્વેષવાળો હશે, દુરાચારી-વ્યભિચારી હશે, અનેક દૂષણોથી ભરેલો હશે.
પોતપોતાની ગતિ અનુસાર જ્યારે મનુષ્ય વિચાર કરે છે ત્યારે એને શું કહેવું? તમારા ઉપદેશથી પણ તેના વિચારો બદલાશે નહીં. કેટલાક લોકો કહે છેઃ મહારાજ સાહેબ ! અમે મંદિરમાં જઈએ છીએ, ત્યાં પણ ખરાબ વિચારો આવે છે. અમે સામયિક પ્રતિક્રમણની ક્રિયા કરીએ છીએ, તો ત્યાં પણ ખરાબ વિચારો આવે છે.
માધ્ય ભાવના
૨૯૯