________________
તાપસે ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ, સુખ-દુઃખ, રાત્રિદિવસ, ચંદ્ર-સૂર્ય, જીવ-અજીવ આ રીતે બે રાશિ સ્થાપિત કર્યા. રોહગુપ્ત ત્રણ દેવ, ત્રણ ભુવન, ત્રણ સ્વર, ત્રણ ગુણ, ત્રણ પુરુષ, ત્રણ અવસ્થા અને ત્રણ જીવ-અજીવ-નોજીવ - એ રીતે ત્રણ રાશિ સ્થાપિત કર્યા.
પછી જ્યારે તાપસે વૃશ્ચિક આદિ વિદ્યાઓનો પ્રયોગ કર્યો ત્યારે રોહગુપ્ત તેની મયૂરી વિદ્યા આદિ વિદ્યાઓનો પ્રયોગ કરી વિજય પ્રાપ્ત કર્યો. તાપસે જ્યારે રાસભવિદ્યાનો પ્રયોગ કર્યો ત્યારે રોહગુપ્ત રજોહરણથી વિજય પ્રાપ્ત કર્યો.
રાજાએ કહ્યું: ‘તાપસ હારી ગયો, જૈનમુનિ વિજેતા બન્યા.” જૈનસંઘ ત્યાં ઉપસ્થિત હતો. રોહગુપ્તને ભવ્ય સ્વાગતની સાથે ગુરુદેવની પાસે લાવવામાં આવ્યો. રોહગુપ્ત ગુરુદેવને વંદન કરી બધી વાત કરી.
ગુરુદેવે કહ્યું: “વત્સ! તેં શ્રેષ્ઠ કામ કર્યું. જિનશાસનની શોભા વધારી. પરંતુ તેં જે ત્રણ રાશિ - જીવ, અજીવ, નજીવની સ્થાપના કરી એ ઉસૂત્રપ્રરૂપણા છે; એટલા. માટે રાજસભામાં જઈને મિચ્છામિ દુક્કડમ્ દઈ આવ.” ગુરુ સાથે વાદવિવાદઃ
રોહગુખે કહ્યું “જે વાત મેં કરી, હવે એ જ વાતનું ખંડન હું કેવી રીતે કરું? ના, ગુરુદેવ, હું એવું ન કરી શકું.”
ગુરુદેવે કહ્યું: “વત્સ! વાદવિવાદમાં તે ત્રણ તત્ત્વોની સ્થાપના કરી એ ઠીક છે, પરંતુ જૈનદર્શન “નો જીવ’ માનતું નથી. “નોજીવ’ના કારણે છ માસ સુધી શ્રીગુપ્તાચાર્ય સાથે રોહગુપ્તવિવાદ કરતો રહ્યો, ન માન્યો; તો ગુરુદેવે એના મસ્તક ઉપર રાખ નાખી, મસ્તક મુંડન કરાવ્યું અને સંઘમાંથી બહિષ્કૃત કરાવ્યો. ગુરુદેવે
એના પ્રત્યે ઉદાસીનભાવ ધારણ કર્યો.” . રોહગુપ્ત અભિમાની હતો. ઉસૂત્ર ભાષણનો એના મનમાં કોઈ ભય ન હતો. કોઈ દુઃખ ન હતું. શું એ નહીં જાણતો હોય કે સાવિ શાસ્ત્રનુષ | સાધુ શાસ્ત્રવૃષ્ટિવાળા હોય છે. છ માસ સુધી ગુરુદેવે એને શું નહીં સમજાવ્યો હોય? પરંતુ કુપાત્ર હિતોપદેશ માટે યોગ્ય હોતો નથી. જેને મૂતર જ પીવું છે એને જબરદસ્તીથી તમે દૂધ ન જ પાઈ શકો.
આજે બસ, આટલું જ.
[ માધ્યમ્મ ભાવના
છે
[૨]
૨૭