________________
આપે છે. એટલા માટે સુખ માટે બીજી તરફ ન જુઓ. અહીંતહીં ભટકો નહીં. પોતાની અંદર જ ઉદાસીનતાને સ્થિર કરો. પરંતુ એ માટે વાસ્તવમાં આત્મજ્ઞાની બનવું પડશે.
પરપ્રવૃત્તિ માત્ર મોહ છે; અજ્ઞાન છે, પપ્રવૃત્તિથી નિવૃત્ત થવું જ પડશે. એમાં પણ અમારો કોઈ આગ્રહ-દુરાગ્રહ નથી. તમે જેને શુભ માનો તે કરો ! વિવેકથી કરો. ઉદાસીનતાનું આંતરસુખ તમને મોક્ષસુખ સુધી લઈ જાય છે. આ જીવનમાં જ મોક્ષસુખનું ‘સેમ્પલ’ ચાખવા મળે છે. સર્વ ધર્મશાસ્ત્રોનો સાર આ ઉદાસીનતા છે. ‘પ્રશમરતિ’ ગ્રંથમાં કહ્યું છે કે -
निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् !
विनिवृत्तपराशानामिहैव मोक्ष सुविहितानाम् ॥ २३८ ॥ મન-વચન-કાયાના વિકારોથી જેઓ મુક્ત છે, મદ અને મદન પર જેમણે વિજય પ્રાપ્ત કર્યો છે અને પરાશા-પસ્પૃહાથી જે સર્વથા નિવૃત્ત થઈ ગયા છે એવા મહાત્માઓને અહીં જ મોક્ષ છે.
પાંચમી વાત કહી છે - ઉદાસીનતા મનોવાંચ્છિત ફળ આપે છે. સાચી વાત છે. પરંતુ જ્યારે આત્મા વાંચ્છાઓથી જ મુક્ત થઈ જાય છે, સર્વથા નિઃસ્પૃહ બની જાય છે ત્યારે સર્વ પ્રકારનાં સુખ સ્વતઃ મળી જાય છે.
હવે આ મનુષ્ય જીવનમાં એક જ ઉદાસીનતાભાવ - માધ્યસ્થતા પ્રાપ્ત કરીને આંતર અનુભૂતિ કરવી જ શ્રેયસ્કર છે. કામ નાનું અને સરળ તો નથી જ. પ્રબળ પુરુષાર્થ કરવો પડશે.
परिहर परचिन्तापरितापं चिन्तय निजमविकारं रे ।
તવ નિ જોષ વિનોતિ પીવું, ચિનુàન્યઃ સહાર ...। ? ।। પારકી ચિંતા, પરાઈ પંચાતની જંજાળને છોડીને તું તારા સ્વયંના અવિકારી આત્મસ્વરૂપનું ચિંતન કર. કોઈ કાંટાળા કેરને એકત્ર કરે યા કોઈ મીઠી મધુર કેરીઓ - આમ્રફળો એકત્ર કરે, કરવા દે ! તારે એમાં શું લેવાદેવા ?
પારકી ચિંતાઓ છોડી દો :
પરદ્રવ્યના ગુણદોષોનો વિચાર કરશો તો પાકીચિંતાઓ ચિત્તમાં ઊઠશે જ, શી જરૂર છે પારકા દ્રવ્યના ગુણદોષોનો વિચાર કરવાની? આવા ગુણદોષોના વિચારથી જ મન રાગી અને દ્વેષી બને છે. રાગીદ્વેષી મન સમભાવનો આસ્વાદ ન લઈ શકે. કોઈ પણ સંજોગોમાં આપર્ણા મનને પરદ્રવ્ય તરફ આકર્ષિત થવા દેવું ન જોઈએ. મનને આત્માના અવિકારી સ્વરૂપમાં જ મગ્ન કરી દેવાનું છે.
માધ્યસ્થ ભાવના
૨૮૭