________________
જિનમંદિરની ભવ્યતા, સ્વચ્છતા અને કલાત્મકતાથી સાગરદત્ત આકર્ષિત થયો. વિતરાગ પરમાત્માની કરુણામયી મૂર્તિને એ અનિમેષ નજરે જોયા કરતો. જિનધર્મ શ્રેષ્ઠી જે પ્રાર્થના કરતા, સ્તવના કરતા તે સાગરદન તાય ચિત્તથી સાંભળતો.
એક દિવસે સાગરદત્તને જિનધર્મને કહ્યું “મિત્ર ! મને જિનમંદિરમાં અપૂર્વ શાન્તિનો અનુભવ થાય છે. વીતરાગ પરમાત્માની મૂર્તિનાં દર્શન, મારા ચિત્તમાં અપૂર્વ આનંદનાં સંવેદનો પેદા કરે છે.'
જિનધર્મી પ્રસન્ન ચિત્તથી કહ્યું: “મારા મિત્ર! આ પરમાત્મા તો સમગ્ર જીવસૃષ્ટિ તરફ કરુણાવંત છે. પ્રત્યેક જીવાત્માને જીવમાંથી શિવ બનાવવાની શ્રેષ્ઠ ભાવના એમણે ભાવી છે. એ તો ભવવનમાં ભટકતા જીવોના સાર્થવાહ છે. ભવસાગરમાં ડૂબતા જીવોના એ તારક છે અને ભવવનમાં ભયભીત બનેલા જીવો માટે મહાગોપ છે, રક્ષક છે. સાગર! તારા મનમાં આ પરમાત્માના સ્વરૂપ વિશે જે પ્રેમ જાગ્યો છે એ તારા આત્માની ઉન્નતિની નિશાની છે.”
સાગરદત્તે કહ્યું મિત્ર, મને તારી આ સર્વ વાતો ખૂબ સારી લાગે છે. હવે આપણે બંને સાથે જ જિનમંદિરમાં જઈશું.” સદ્ગુરુનો યોગઃ
એક દિવસે જિનમેં સાગદત્તને કહ્યું “મિત્ર! આજે નગરના બાહ્ય ઉદ્યાનમાં એક જ્ઞાની-તપસ્વી મુનિજી પધાર્યા છે. ચાલ, આપણે એમનાં દર્શન-વંદન કરીએ અને ધમોપદેશ સાંભળીએ.” બંને મિત્રોએ ‘અમિતગતિ' નામના મુનિરાજનાં દર્શન કયાં અને વિનયપૂર્વક એમની સામે હાથ જોડીને બેઠા. મુનિરાજે બંનેને ધર્મલાભના આશીર્વાદ આપ્યા અને ચંદનશીતળ વાણીમાં ઉપદેશ આપ્યો.
આત્મતત્ત્વ, ગુરુતત્ત્વ અને પરમાત્મતત્ત્વ સમજાવ્યું, ધર્મતત્ત્વનો પ્રભાવ સમજાવ્યો. મોક્ષસ્વરૂપ સમજાવ્યું. સાગરદત્તે કહ્યું: ‘ગુરુદેવ! મને જિનમંદિર ખૂબ પ્રય લાગે છે. એટલા માટે હું એક જિનમંદિરનું નિર્માણ કરીશ. આપની સામે હું પ્રતિજ્ઞા કરું છું.' ગુરુદેવે કહ્યું: “વત્સ ! તારો સંકલ્પ સારો છે. વૃઢતાથી સંકલ્પનું પાલન કરજે, મારા આશીવદ તારી સાથે છે.'
બંને મિત્રો પાછા ફર્યા. જિનધર્મ સાગરદત્તને પોતાને ઘેર લઈ ગયો. તેણે કહ્યું “સાગર, તારી પ્રતિજ્ઞા સાંભળીને હું હર્ષવિભોર બની ગયો છું. તેં ખૂબ ભારે પ્રતિજ્ઞા કરી છે. સાગરે કહ્યું: મિત્ર! જિનમંદિરનું નિમણિ તારે જ કરાવવાનું છે. મને તો જિનમંદિર વિષયક જ્ઞાન જ નથી! હા, મારી ઈચ્છા શિવમંદિરની પાસે જે મેદાન છે, ત્યાં જિનમંદિર બંધાવવાની છે, બરાબર છે ને?”. "
જિનધર્મે કહ્યું: “એ સારી જગ્યા છે. ત્યાં જિનમંદિર સારું લાગશે.' સાગરદને
૨૬૨
શાન્તસુધારસ: ભાગ ૩