________________
આવ્યો છે કે રાગદ્વેષને નષ્ટ કર્યા સિવાય કોઈ માર્ગ નથી. જે જીવ પ્રત્યે જે જે કાર્ય સંયોગ અને પરિસ્થિતિના સંદર્ભમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે તે કાર્ય સંયોગ અને પરિસ્થિતિ વગેરે એ જીવના પૂર્વક કર્મોને કારણે હોય છે. કર્મો ઉપાર્જિત કરનાર જીવ પોતે છે અને એને રોતાં-હસતાં, ભોગવનારો પણ જીવ સ્વયં જ છે. | સર્વ જીવોના સમગ્ર જીવન અને વ્યક્તિત્વની પાછળ એના પોતાનાં કર્મો જ કારણરૂપ છે. ઉપાદાન કારણ એનો આત્મા છે અને નિમિત્ત કારણ એનાં પોતાનાં જ કર્મો છે. જો આ વાત વાસ્તવિક રીતે આપણા ચિત્તમાં બેસી જાય, તો રાગદ્વેષ પેદા થવાનું કોઈ પ્રયોજન જ રહેતું નથી. મિથ્યાત્વી અને પાપી પ્રત્યે મધ્યસ્થતા
કોઈ એક નયના વિચારધારાના આગ્રહી મનુષ્ય પ્રત્યે પણ આપણે આ જ વૃષ્ટિકોણ અપનાવવો જોઈએ. મિથ્યાત્વી મોહનીય કર્મનો ઉદય બિચારો ભોગવી રહ્યો છે. કર્મબંધ ખુદ કરે છે અને ખુદ ભોગવે છે, આથી આપણે શા માટે એના તરફ દ્વેષ કરવો જોઈએ? – આવું ચિંતન કરવું જોઈએ.
આ રીતે અધમાધમ વ્યક્તિ પ્રત્યે પણ સદા આ જ દ્રષ્ટિ રાખવી જોઈએ. બિચારો કોણ જાણે કયા જન્મોનાં પાપ ભોગવી રહ્યો છે? આ સંસાર જ આવો છે. પૂજ્યપાદ ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે “અધ્યાત્મસારમાં કહ્યું છે -
निन्द्यो न कोऽपि लोके पापिष्ठेष्वपि भवस्थितिश्चित्या । વિશ્વમાં કોઈની યુ નિંદા. ત.કરો. પાપી વ્યક્તિ પણ નિંદનીય નથી. એની ભવસ્થિતિનો હંમેશાં વિચાર કરો.
ભવસ્થિતિનું ચિંતન કરવાનો આદેશ સાચે જ સુંદર છે. ભવસ્થિતિનું ચિંતન એટલે ચાર ગતિમય સંસારમાં નિરંતર ચાલતા રહેતા જડ-ચેતન દ્રવ્યના પર્યાયોનાં પરિવર્તનનું યથાર્થ ચિંતન! સાથે જ વિશુદ્ધ આત્મદ્રવ્યનું પણ સતત ચિંતન કરતા રહેવું જોઈએ.
स्तुत्या स्मयो न कार्यः कोपोऽपि च निन्दया जनैः ।। જો કોઈ આપણી પ્રશંસા કરતું હોય, તો સ્વયં પોતાનાં જ કમથી પ્રેરિત થઈને કરે છે. આપણે ભલા, એમાં અનુરાગ શા માટે કરીએ? બરાબર એ જ રીતે અગર કોઈ નિંદા કરતું હોય તો પણ તે પોતાનાં કમથી પ્રેરિત થઈને કરે છે. એના પ્રત્યે ષ શા માટે કરવો? આપણે તો માત્ર આ જ ચિંતન કરવાનું છે કે જીવો ઉપર કયાં કર્મોનો પ્રભાવ પડે છે? કયા કાર્યની પાછળ કયાં કર્મ કારણરૂપ છે? એનાથી મધ્યસ્થ વૃષ્ટિનો વિકાસ થાય છે?
માધ્યશ્મ ભાવના
૨૬૭