________________
मिथ्या शंसन् वीरतीर्थेश्वरेण, रोडुं शेके न स्वशिष्यो जमालिः । अन्यः को वा रोत्स्यते केन पापात्र
तस्मादौदासीन्यमेवात्मनीनम् ॥ ३ ॥ સ્વયં પરમાત્મા મહાવીર સ્વામી પણ પોતાના શિષ્ય જમાલિને અસતુ-મિથ્યા પ્રરૂપણાનો પ્રચાર કરતાં રોકી શક્યા નહીં તો પછી કોણ કોને પાપથી રોકી શકે છે ? એટલા માટે ઉદાસીનતા જ આત્મહિતકર છે. કોઈ કોઈને રોકી શકતું નથી?
એ તો વીતરાગ પરમાત્મા હતા, તેમણે તો રાગદ્વેષનો પૂર્ણતયા વિનાશ કર્યો હતો. એમનું તીર્થંકર નામકર્મ શ્રેષ્ઠ હતું. છતા પણ તેઓ પોતાના શિષ્ય અને જમાઈ જમાલિને એમના ઉસૂત્રપણામાંથી રોકી શક્યા ન હતા. એ જ રીતે દુનિયામાં એવા પાપી જીવો હોય છે કે જેમને સમજાવવામાં આવે છતાં સમજતા નથી અને પાપત્યાગ કરતા નથી. એટલા માટે એવા લોકો પ્રત્યે ઉદાસીનભાવ જ ધારણ કરવો જોઈએ. એમને કશું જ કહેવું નહીં. આ જ આત્મહિતકારી વાત છે. જમાલ જ્યારે દીક્ષા લે છેઃ
બ્રાહ્મણકુંડ ગ્રામના પશ્ચિમમાં “ક્ષત્રિયકુંડ' નામનું નગર હતું. એ નગરમાં જમાલિનામનો રાજકુમાર રહેતો હતો. એ જમાલિ સાથે ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શનાને પરણાવવામાં આવી હતી.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામી “ક્ષત્રિયકુંડ' નગરના બાહ્ય ઉદ્યાનમાં પધાર્યા હતા, દેવોએ સમવસરણ રચ્યો હતો. રાજા નંદિવર્ધન પરિવાર સહિત પ્રભુને વંદન કરવા સમવસરણમાં પધાર્યા, ત્યારે જમાલ પણ પોતાના રથમાં બેસીને પ્રભુને વંદન કરવા આવ્યો. બહુશાલ ચૈત્યની પાસે પહોંચીને એણે રથના ઘોડાઓને રોકી રાખ્યા. રથમાંથી ઊતરીને પુષ્પ, તાબૂલ, આયુધ, ઉપાનહ આદિ ત્યાં જ મૂકીને ભગવાનની પાસે પહોંચ્યો. ત્યાં આવીને તેણે ત્રણ વાર પ્રદક્ષિણા આપી અને વંદન કરીને ત્યાં બેઠો. ભગવાને ધર્મદિશના આપી. ધદિશના સાંભળીને જમાલિ પ્રસન્નતાથી બોલ્યોઃ
भयवं ! तुमए जह मज्झ देसिओ मोक्ख-सोक्खदाण-खमो ! धम्मो तह न केण वि अन्नेण निऊणमइणावि । मन्ने पुव्वभवेसुबाढं समुवज्जियं मए पुण्णं ..
तेण जयनाह ! तुमए सद्धिं मह दंसणं जायं ॥ ૨૬૮
શાન્ત સુધારસ: ભાગ ૩