________________
(જીવાય). આચાદવે તરત જ ઉત્તર આપ્યોઃ
કૃષ્ણસના મુખની જેમ એ બધાંને ગ્રહણ કરવાં.”
જુગારી તો આ પાદપૂર્તિ લઈને ઝડપથી રવાના થયો. ગોપાલગિરિ પહોંચ્યો. રાજસભામાં પાદપૂર્તિનું પદ સંભળાવ્યું. આમ રાજા સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા. જુગારીના બે હાથ પકડીને પૂછ્યું: “સાચે સાચું બતાવી દે, આ સમસ્યાપૂતિ કોણે કરી?
મહારાજ ! ગૌ દેશની રાજધાની લક્ષણાવતીમાં બિરાજમાન પૂર્ણ જ્ઞાની શ્રી બપ્પભટ્ટીએ આ સમસ્યાપૂર્તિ કરી છે.'
“ઓહો ! તું શું ગુરુદેવની પાસે ગયો હતો? તદ્દન સાચું છે, તેમના વગર મારા મનના ભાવ કોણ જાણી શકે છે?' રાજાએ જુગારીને મૂલ્યવાન ભેટ આપીને ખુશ કર્યો. રાજા બપ્પભટ્ટીના વિચારોમાં ખોવાઈ ગયો - “મેં કૃષ્ણસર્પને એના મુખથી પકડ્યો, એ વાત લક્ષણાવતીમાં બેઠેલા બપ્પભટ્ટીએ કેવી રીતે જાણી હશે ?” બીજી પાદપૂર્તિ
હવે એક બીજી ઘટના બને છે. આમ રાજા નગરના બાહ્ય પ્રદેશમાં ફરવા ગયો. ત્યાં વટવૃક્ષની નીચે એક મુસાફરનું શબ પડેલું જોયું. વૃક્ષની ડાળી ઉપર એક કરપાત્ર લટકાવેલું હતું. એમાંથી પાણીનાં બિંદુઓ મૃતદેહ ઉપર પડતાં હતાં. મૃતદેહ પાસે પડેલા પથ્થર ઉપર એક અધ શ્લોક લખ્યો હતો એ સમયે હું બહાર નીકળ્યો ત્યારે પ્રિયાએ ચૂળ આંસુઓ સાથે જે રુદન શરૂ કર્યું.'
રાજાએ પથ્થરને સાથે લઈ લીધો. બીજે દિવસે વિદ્વાનોની સામે આ અડધા શ્લોકને રાખીને એને પૂર્ણ કરવા આજ્ઞા આપી. રાજાનું મન સંતુષ્ટ થાય એવી પાદપૂર્તિ કોઈ ન કરી શક્યું. રાજાને ઘણી ગ્લાનિ થઈ અને બપ્પભટ્ટી યાદ આવ્યા. રાજાએ પેલા જુગારીને બોલાવ્યો. અડધો શ્લોક આપીને તેને લક્ષણાવતી મોકલ્યો. જુગારી ઘોડા ઉપર સવાર થઈને ખુશીથી ચાલ્યો ગયો લક્ષણાવતી તરફ.
લક્ષણાવતી પહોંચીને એણે વંદના કરી અને આમ રાજાની સમસ્યા પ્રસ્તુત કરી. . આચાર્યદિવ બે પળ ધ્યાનસ્થ થઈ ગયા અને પાદપૂર્તિ કરી -
કરપાત્રનાં બિંદુઓ પડવાથી મને યાદ આવ્યું.” જુગારી ગુરુદેવને વંદના કરીને ગોપાલગિરિમાં પાછો આવ્યો. આમ રાજા એની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેણે બપ્પભટ્ટીએ આપેલી પાદપૂર્તિ પ્રસ્તુત કરી -
કરપાત્રનાં બિંદુઓ પડવાથી મને યાદ આવ્યું.”
[૨૮૨ |
| શાન્ત સુધારસ : ભાગ ૩