Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 294
________________ આચાર્યદવ ગૌડદેશ તરફ આ રીતે લખીને આચાર્યદવ નીકળી ગયા. ગોપાલગિરિથી દૂર-સુદૂર ચાલ્યા ગયા. મનમાં ન તો ખેદ હતો, ન ઉગ હતો ! ક્યાં જઈશું?' એવી કોઈ ચિંતા ન હતી. વિચરતાં વિચરતાં બપ્પભટ્ટી ગૌડદેશની રાજધાની લક્ષણાવતી નગરીમાં પહોંચ્યા. ત્યાંનો રાજા હતો ધર્મ'. ધર્મરાજાની રાજસભામાં પણ પંડિતો, વિદ્વાનો અને કવિજનોની જ્ઞાનગોષ્ઠીઓ સતત ચાલતી રહેતી. બપ્પભટ્ટી લક્ષણાવતીના બાહ્ય ઉદ્યાનમાં રોકાયા. ધીરે ધીરે નગરવાસીઓને આચાર્યદિવના આગમનની ખબર પડી. લોકો આવવા લાગ્યાં; દર્શન, વંદન કરીને કતાર્થ થવા લાગ્યાં. આ વાત કવિ વાલ્પતિના કાને આવી. તેને આશ્ચર્ય થયું. - શું એ જ બપ્પભટ્ટી છે કે જે આમની સભામાં અલંકારરૂપ છે?નક્કી થયું કે આ એ જ બપ્પભટ્ટી છે, જેમને આમ રાજા પોતાના અંતરંગ મિત્ર માનતા હતા. વાપતિએ તરત જ ધર્મરાજાને વાત કરી, ધર્મરાજા વાક્યુતિને સાથે લઈને બપ્પભટ્ટીના દર્શને ગયો. બપ્પભટ્ટીનું વ્યક્તિત્વ જોઈને રાજા અને મહાકવિ બંને અભિભૂત થઈ ગયા. રાજાએ ગુરુદેવને નગરમાં પ્રવેશવા માટે વિનંતિ કરી. આચાર્યદર્વે રાજાની વિનંતિનો સ્વીકાર કર્યો. રાજાએ શાનદાર સ્વાગત કર્યું અને નગરના મધ્યભાગમાં એક સુંદર આવાસમાં એણે આચાર્યદેવને બિરાજિત કર્યા. બપ્પભટ્ટી ધર્મરાજાની સભામાં ધર્મરાજાની સભામાં બિરાજિત થઈને બપ્પભટ્ટીએ એક-એકથી ચડિયાતાં મનોહર કાવ્યોનું પઠન કર્યું તો વાક્યતિરાજ જેવા કવિ પણ ડોલી ઊઠ્યા. વાલ્પતિએ કેટલીક ગૂઢ સમસ્યાઓ પૂછી. બપ્પભટ્ટીએ પળનોય વિલંબ કર્યા વગર પાદપૂર્તિ કરી, એ પણ આલંકારિક શૈલીમાં. ગૌડદેશમાં તેમની કીર્તિ અત્યંત ઝડપથી ફેલાઈ ગઈ. રાજા પણ બપ્પભટ્ટી પ્રત્યે પ્રગાઢ અનુરાગવાળો થતો ગયો. એક દિવસે રાજાએ બપ્પભટ્ટીને કહ્યું હે ગુરુદેવ! જ્યાં સુધી આપનાં દર્શન ન કર્યો હોય, ત્યાં સુધી દર્શનની ઉત્કંઠા રહે છે અને દર્શન થયા પછી આપના વિરહનો ભય સતાવે છે. આમ કહીને રાજાએ આચાર્યશ્રીને આ લક્ષણાવતીમાંથી ન જવાનો આગ્રહ કર્યો. બપ્પભટ્ટીએ કહ્યું હે રાજ! આમ રાજા પોતે જ મને બોલાવવા આવશે, ત્યારે જ હું અહીંથી જઈશ, અન્યથા અહીં જ રહીશ.” ધર્મરાજા આશ્વસ્ત થયા. તે માનતા હતા કે અભિમાની આમ રાજા સ્વય આચાર્યદિવને બોલાવવા ગૌડદેશમાં આવી રહ્યો ! હવે તો આચાર્યદેવની અદ્ભુત કાવ્યપ્રતિભાનો આસ્વાદ કરવાનો લાભ અમને નિયમિત રીતે મળતો રહેશે. | શાન્તસુધારસઃ ભાગ ૩] ૨૮૦

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356