________________
શું રાણી સાથે તેમનો આડો સંબંધ હશે?એના વગર આવો સચોટ જવાબ કેવી રીતે આપી શકે?’
રાજાના મુખ પર વિષાદની છાયા ઊતરી આવી. બપ્પભટ્ટીની તીક્ષ્ણ નજર રાજાના ચહેરા પર બદલાતા, બગડતા ભાવોને બરાબર જોઈ રહી છે. જ્યારે જ્યારે બપ્પભટ્ટી તરફથી સચોટ પાદપૂર્તિ મળતી, કાવ્યની ચમત્કૃતિથી ચમકતો-દમકતો જવાબ મળતો, ત્યારે રાજાના મુખ ઉપર અહોભાવની ઊ ઊભરાતી હતી. આજે રાજાના મુખ ઉપર કદી ન જોયેલી વિષાદની રેખાઓ વર્તાવા લાગી. બપ્પભટ્ટી રાજાના મનોભાવોને ઓળખી ગયાં. આચાર્યદિવનો ગોપાલગિરિ છોડવાનો નિર્ણયઃ
રાજા તો નમસ્કાર કરીને ત્યાંથી ચાલ્યો ગયો. બપ્પભટ્ટી રાજાના ચિત્તની ચંચળતા અંગે વિચારમાં પડી ગયાઃ “મને મારી પ્રજ્ઞાના પ્રકાશમાં જે સત્ય લાગ્યું એ મેં સાહજિક રીતે કહ્યું. રાજા કદાચ એ ખ્યાલમાં છે કે મારા શયનખંડની ગુપ્ત વાત બપ્પભટ્ટી કયા જ્ઞાનથી જાણી શકે છે ? અને એના દિલમાં મારા ચારિત્રની બાબતમાં ખોટી ધારણા ઉત્પન્ન થઈ ગઈ છે. કદાચ આ ધારણા સમય આવતાં પાંગરશે અને જ્યારે એના મનમાં મારા ચારિત્ર વિશે સંદેહ છે તો મારે અહીં રહેવું ન જોઈએ, મારે તરત જ ગોપાલગિરિ છોડી દેવું જોઈએ.’
વરસોની દોસ્તીનો શું આ અંજામ હતો? ના, દોસ્તીની બાહ્ય અભિવ્યક્તિ ઉપર આ તો વચ્ચેનો એક પટાક્ષેપ હતો. એમના મનમાં રાજા માટે એક ઉદાસીનતાનો ભાવ ઉત્પન્ન થયો. મિત્રને એની ભૂલનો અહેસાસ કરાવવાનો આ એક અવસર હતો. કેટલાક સમય માટે રાજાથી દૂર રહેવું, અલગ થઈ જવું હવે જરૂરી થઈ ગયું હતું.
બપ્પભટ્ટીના દિલમાં રાજા માટે રજમાત્ર રોષ, દુભવ ન હતો. એમણે એના પ્રત્યે ઉપેક્ષાભાવ ધારણ કર્યો. છતાં પણ એની ભૂલ સમજાવવાનું એમને આવશ્યક - જરૂરી લાગ્યું.
બીજે જ દિવસે એમણે રાજમહેલના દરવાજા ઉપર લખ્યું હે રોહણગિરિ, અમે તો ચાલ્યા જઈએ છીએ. તારું કલ્યાણ થાઓ. તારે સ્વપ્નમાં પણ એવું ન વિચારવું કે મારા વગર આચાર્ય ક્યાં રહેશે? જો તેં અમને મણિ સમજીને તારા માથે ચડાવ્યા તો શૃંગારપરાયણ અન્ય અનેક નરેશ્વરો અમને મસ્તક ઉપર રાખશે.'
હે રાજન્ ! લાંબા સમય સુધી તારી સાથે રહેલા અમને તું શા માટે છોડી રહ્યો છે? ભલે તું અમને છોડી દે. હે સુંદર મોર ! દુઃખની વાત એ છે કે આમાં નુકસાન તને જ છે. અમે તો કોઈ બીજા ભૂપતિના માથા પર આરુઢ થઈ જઈશું.'
માધ્યચ્ય ભાવના
૨૭૯