________________
ઉદાસીનભાવ આવશે ત્યારે નહીં રહે વિષયનવિકલ્પ અને નહીં રહે વિષયવિકાર, શુભ વિષયોમાં ઈષ્ટ બુદ્ધિ નહીં રહે, અશુભ વિષયો પ્રતિ અનિષ્ટ બુદ્ધિ પણ નહીં રહે. ઉદાસીનભાવને હૃદયમાં સ્થિર કરનાર મહાનુભાવ જે પરમાનન્દ પામે છે, એ પરમાનન્દ જ્ઞાન-ધ્યાન-તપ-શીલ અને સભ્યત્વવાળો મનુષ્ય પણ પામી નહીં શકે.
ઉદાસીનભાવ આવતાં મન-વચન-કાયાના વિકારો નથી રહેતા. મદ અને મદન શાન્ત થઈ જાય છે. એમનો ઉન્માદ નષ્ટ થઈ જાય છે અને પુદ્ગલની એક પણ. તૃષ્ણા શેષ રહેતી નથી. આવા મનુષ્યો માટે અહીં જ મોક્ષ છે.
ઉદાસીનભાવથી પ્રશમભાવથી શાન્તરસથી ભરેલા મહાત્માને રાગરૂપ કૃષ્ણસ"નું વિષ કશું કરતું નથી. એટલા માટે ઉદાસીન ભાવનામાં, માધ્યચ્ય ભાવનામાં જ મનને તૃપ્તિ પામવા દો. દુનિયાથી કોઈ મતલબ નથી. સુખદુઃખને “કમના ઉદય-અસ્ત પર છોડી દો.
આજે બસ, આટલું જ.
૨૮૪
શાન્ત સુધારસ : ભાગ ૩