________________
ત્યારે સજાતીય પુદ્ગલોનો પણ પરસ્પર બંધ થાય છે. આત્માની સાથે કર્મપુદ્ગલોનો જે સંબંધ છે તે ‘તાદાત્મ્ય સંબંધ’ નથી, પરંતુ ‘સંયોગ સંબંધ’ છે. આત્મા અને પુદ્ગલના ગુણધર્મ પરસ્પર વિરોધી, એકબીજાથી બિલકુલ ભિન્ન છે. આથી તે બંને એક સ્વરૂપ બની શકતાં નથી. એટલા માટે પુદ્ગલ અને આત્માનું ભેદજ્ઞાન પરિપક્વ થઈ જતાં કર્મપુદ્ગલથી લિપ્ત થવાનો પ્રશ્ન જ રહેતો નથી. માધ્યસ્થ્ય ભાવના માટે નિઃસ્પૃહતા આવશ્યક
માધ્યસ્થ્ય ભાવનાને હૃદયમાં દૃઢ કરવાનો બીજો ઉપાય છે - નિઃસ્પૃહતા. સ્પૃહાઓ – કામનાઓ અને અસંખ્ય અભિલાષાઓનાં બંધનોથી મુક્ત બનવું પડશે. એમનાથી મુક્ત બન્યા સિવાય, તમે માધ્યસ્થ્યભાવ ન રાખી શકો. એટલા માટે મહાનુભાવો ! જરાક તો તમારો અને તમારા ભવિષ્યનો ખ્યાલ કરો ! આજ સુધી તમે સ્પૃહાઓના ધખધખતા અગ્નિની અસહ્ય જ્વાળાઓમાં કોણ જાણે કેટલી યાતનાઓ સહન કરી છે ! અનાદિકાળથી સ્પૃહાના ઝેરના પ્યાલા ગળામાં ઉતારતા રહ્યા છો - પી. રહ્યા છો, શું હજુ સુધી તૃપ્ત નથી થયા ? હજુ ય પીવાનું બાકી છે ? ના, હવે તો નિઃસ્પૃહી બનવું જ કલ્યાણકારી છે. મનનાં ઊંડાણોમાં લદાયેલી સ્પૃહાઓના મૂળને ઉખેડીને ફેંકી દો અને પછી જુઓ કે જીવનમાં શું પરિવર્તનો આવે છે. અકલ્પિત સુખ, શાન્તિ અને સમૃદ્ધિના તમે માલિક બની જશો. એની સાથે આજ સુધી જેનો અનુભવ ન કર્યો હોય એવો દિવ્યાનંદ તમારી અંદર આકંઠ ભરાઈ જશે.
નિઃસ્પૃહી બનવાનું કંઈક ચિંતન ઃ
પહેલાં તો આ યાદ રાખો કે -
પરસ્પૃહા મહાદુર્ખ, નિઃસ્પૃહત્વ મહાસુખમ્ ”
પૌદ્ગલિક સુખોની સ્પૃહા કરવી એ મહાદુઃખ છે. જ્યારે નિઃસ્પૃહતામાં સુખનો અક્ષયનિધિ છુપાયેલો છે. તમે જેટલા નિઃસ્પૃહી બનશો તેટલા સુખી.
મારી પાસે સર્વસ્વ છે. મારો આત્મા સુખ અને શાન્તિથી પરિપૂર્ણ છે. મને કોઈ વાતની કમી નથી. મારા આત્મામાં તો સર્વોત્તમ સુખ ભર્યું પડ્યું છે. દુનિયામાં એવું સુખ ક્યાંય નથી.’ એવી ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરતા રહો: હું જે પદાર્થોની સ્પૃહા કરું છું, જેમની પાછળ પાગલ બન્યો છું અને તેમની પાછળ રાત-દિવસ ભટકતો રહું છું, એ મળવું સર્વથા પુણ્યાધીન છે. પુણ્યોદય નહીં હોય તો નહીં મળે. જ્યારે એની નિરંતર સ્પૃહા કરવાથી મન મલિન બને છે. પાપનું બંધન વધુ સખત બને છે. એટલા માટે પરપાર્થોની સ્પૃહામાંથી પાછા ફરી જવું જોઈએ.
૨૭
શાન્તસુધારસ : ભાગ ૩