________________
(૩) દેશકથા (૪) રાજકથા.
આમ તો અશુભ વચન આસવ જ છે. વિકથાઓ કરનારો મનુષ્ય કોઈ કોઈ વાર તીવ્ર રાગદ્વેષમાં વહી જાય છે. એ સમયે એનાચિત્તમાં મૈત્રી, કરુણા આદિ ભાવનાઓ રહેતી નથી. જ્યારે મનમાં સ્ત્રીવિષયક રાગદ્વેષ ઉત્પન્ન થાય છે ત્યારે એ વાતો પણ એવી જ રીતે કામવિકારવિષયક કરે છે. ભોજનના વિષયમાં જ્યારે રાગદ્વેષ ઊભરાય છે ત્યારે રસલોલુપતાના સ્વરમાં જ વાત કરે છે. એ રીતે દેશકથા અને રાજકથામાં ડૂબીને આલોચના-પ્રત્યાલોચના કરે છે, ત્યારે તે મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષાના ભાવો ભૂલી જાય છે. તીવ્ર રાગદ્વેષમાં પડી જાય છે. ત્રણ ગારવોઃ
મનપસંદ ભોજનમાં આસક્ત વ્યક્તિનું મન જેમ ભોજનમાં જ ડૂબું રહે છે, પ્રિય વ્યક્તિના પ્રેમમાં આસક્ત મનુષ્યનું મન જે રીતે પ્રિયજનમાં જ રમમાણ રહે છે, પ્રિય કીડામાં આસક્ત વ્યક્તિનું મન ક્રીડામાં જ ઘૂમે છે, એ જ રીતે શાન્ત સુધારસના સુખમાં આસક્ત સાધક આત્માનું મન શાન્તરસમાં જ, પ્રશમરસમાં જ નિમગ્ન રહે છે. આત્માનંદની અનુભૂતિમાં આકંઠ ડૂબ્યો રહે છે.
એવી સાધક વ્યક્તિના જીવનમાં સુખશીલતા નથી હોતી, આરામપ્રિયતા નથી હોતી. એ તો અપ્રમત્તભાવથી આત્મામાં રહે છે. શારીરિક સુખનો વિચાર માત્ર તેના ચિત્તમાં આવતો નથી, એને વૈભવશાળી જીવનનો મોહ પણ નથી હોતો. જનસંપર્કથી એ સદા દૂર રહેવાનું પસંદ કરે છે. દુનિયાને પોતાની તરફ આકર્ષિત કરવાની લાલસા એને માટે કશું જ મહત્ત્વ ધરાવતી નથી.
દુન્યવી માન-સન્માનનું મૂલ્ય એમને માટે ધૂળ બરાબર હોય છે. એવા લોકોના દિલમાં નથી હોતી દુનિયાને ખુશ કરવાની રજમાત્ર ઇચ્છા કે નથી હોતી દુનિયાની પ્રશંસાની હૃદયમાં લેશમાત્ર પણ કામના. અલબત્ત, સકળ સૃષ્ટિ પ્રત્યે એમના હૃદયગિરિમાંથી વિશુદ્ધ મૈત્રી-કરુણાનું ઝરણું અવશ્ય વહે છે. કરુણાથી એમનું હૃદય કોમળ હોય છે. અંદરથી અને બહારથી તેઓ નિબંધન હોય છે. રસનેન્દ્રિયની સૂક્ષ્મ ઉત્તેજના પણ એમના મનમાં નથી હોતી. રસવૃત્તિ પર એમણે વિજય પ્રાપ્ત કર્યો હોય છે. કોઈ પણ ઐદ્રિક વિષયની રુચિ એમનામાં નથી હોતી. દુઃખદાયી વિષયસેવનઃ
કરુણાને આત્મસાત્ કરવા માટે આસવોનો, વિકથાઓનો, ગારવોનો જે રીતે ત્યાગ કરવાનો છે, એ રીતે મદનનો એટલે કે વિષયવાસનાનો પણ ત્યાગ કરવો આવશ્યક છે. આસવાદિ સૌ અનાદિકાલીન મિત્રો (શત્રુ?) છે આત્માના! “સંવર સાથે મૈત્રી સંબંધ બાંધવાનો છે. ચાલો, હવે દુઃખદાયી વિષયસેવનની વાત કરીએ.
શાન્ત સુધારસ: ભાગ ૩
૨૫૨