________________
અથવા અભાવને મહત્ત્વ આપીને મનના શાંત જળમાં કાંકરીચાળો કરી નાખીએ છીએ. ૩. અસંતોષને જવા દો મનુષ્યનો સ્વભાવ છે કે એની પાસે જે નથી એની તીવ્ર ઇચ્છા કરે છે. આપણી પાસે જ હોય છે એનો વિચાર કરવાને બદલે બીજાંની પાસે શું હોય છે એ સતત જુએ છે. મનમાં નિરંતર અસંતોષની આગ સળગતી રહે છે. પછી સુખ કેવી રીતે પ્રાપ્ત થાય? શાન્તિ કેવી રીતે મળે? જીવનનો આનંદ ક્યાંથી મળે? એટલા માટે લેખિકા અના રોબર્ટસન બ્રાઉન કહે છે: “જે આપણી સમક્ષ ઊભું છે, હાજર છે, એનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લો. જે આપણી પાસે નથી, એનો વિચાર કરવાને બદલે જે આપણી પાસે છે, એનો વિચાર કરીને
એને કાયન્વિત કરો.” ૪. સ્વાર્થનો વિચાર છોડી દો જે શાશ્વત જીવન છે એમાં લોભને કોઈ સ્થાન નથી.
એમાં તમારે “આ મારું, “આ તારું સાંભળવા નહીં મળે. . જીવનને ઊર્ધ્વગામી બનાવનારાં આઠ મૂલ્યોઃ
જીવનમાં એવું શું શું છે તે આપણે સાંભળવું જોઇએ, જાણવું જોઈએ...એવા મૂલ્યો કે જે રોખવાના છે. જેનો ઉપયોગ કરવાનો છે ! ને ઉપયોગમાં લેવું જોઈએ? જીવનમાં એવાં આઠ મૂલ્યો છે, જે આપણા જીવનને ઊર્ધ્વગામી અને ગતિશીલ બનાવી શકે છે.
એ આઠ મહત્ત્વપૂર્ણ મૂલ્યોની વાતો સાંભળોઃ ૧. સમયનો ઉપયોગ શાણપણથી કરો તમારી જિંદગી કેટલી લાંબી છે એ પ્રશ્ન
નથી, આપણી પાસે કેટલો સમય છે એ પણ સવાલ નથી, પ્રશ્ન એ છે કે આપણે એ સમયનું શું કરીએ ? જન્મની ક્ષણથી મૃત્યુની ક્ષણ પર્યત જે સમયખંડ આપણને મળ્યો છે, એનું આપણે શું કરીશું એ વિચારવાનું છે. એનો સદુપયોગ કરવાનો છે. ૨. તમારા કાર્યનું મહત્ત્વ સમજો કામ અવશ્ય મહત્ત્વનું છે, પરંતુ કોઈ પણ પ્રકારનું
કામ નહીં ! કામ નિશ્ચિત કરતી વખતે પોતાની જાતને પૂછો: “શું આ કામ મહત્ત્વનું છે? પાયાનું છે? આ કામ મારા ચરિત્રનું નિર્માણ કરીને તેને મજબૂત
બનાવનારું છે? દુનિયાને કોઈ પણ પ્રકારે સહાયક બની શકે તેવું છે? ૩. પ્રતિદિન સુખની શોધ કરો સુખી થવાનું કારણ તો સરળ છે. આજે જો તમને
સુખ નહીં લાગે તો તમે કદી સુખી થવાના નથી. ધૈર્ય ધારણ કરો. નિસ્વાર્થી બનો. વૃઢ બનો. ઉત્સાહપૂર્વક સંપૂર્ણ શક્તિથી કામ કરો. જો તમે કૃતજ્ઞદ્રષ્ટિથી કામ કરશો, તો અવશ્ય સુખી થશો. ૪. પ્રેમનું હૃદયપૂર્વક જતન કરી પ્રેમને સારી રીતે નિભાવવાનો છે. સાચો પ્રેમ કદી [ કરુણા ભાવના |
૨૪૯]