________________
ખૂબ પ્રસાર કરું.' વળી, જીવદયાનો ઉપદેશ આપનારા, મારા એ પરમ ઉપકારી ગુરુદેવ અહીં પધારે તો એમનાં દર્શન-વંદનથી કૃતાર્થ થાઉં... અને આ બંને રાજ્ય એમના ચરણે ધરી દઉં !'
જાણે હરિબળનું પુણ્ય જ મુનિરાજને કંચનપુર ખેંચી લાવ્યું. તેઓ નગરની બહાર ઉદ્યાનમાં ઊતર્યાં. રાજાને ખબર પડી... એ હર્ષથી નાચી ઊઠ્યો. તે ભવ્ય આડંબર સાથે, ત્રણે રાણીઓ અને રાજપરિવારને લઈ ગુરુદેવની પાસે પહોંચ્યો. વંદના કરી, વિનયપૂર્વક ગુરુદેવની સામે બેઠો. ગુરુદેવે ધર્મનો ઉપદેશ આપ્યો. હરિબળ દીક્ષા લે છે - મુક્તિ પામે છે ઃ
ધર્મનો ઉપદેશ સાંભળી, હરિબળ ગદ્ગદ્ સ્વરે કહે છે ઃ ‘હે પુણ્યનિધિ ! આપની કૃપાથી જ હું આ જન્મમાં અદ્ભુત ઐશ્વર્ય પામ્યો. પરંતુ હે મહાત્મન્, હું તો પાપી છું. નિંદનીય છું. મારા ઉપર કરુણા કરો. હે દયાનિધાન ! મને હવે મોક્ષ પમાડો...’ આમ કહી હિરબળ મહામુનિને વારંવાર પ્રણામ કરવા લાગ્યો.
ગુરુદેવે કહ્યું : “રાજન્ ! તું સાધુધર્મ અંગીકાર કર. મોહને હણીને આત્મસામ્રાજ્યનો માલિક બન.’
હરિબળ રાજમહેલે આવ્યો. મોટા પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને ત્રણે રાણીઓ સાથે તેણે દીક્ષા લીધી. દુષ્કર તપ કરી, કર્મોનો ક્ષય કરી તે મુક્તિને પામ્યો.
ગુરુવચન સાંભળવાનું, પાળવાનું આ ઉચ્ચતમ ફળ છે. માટે હંમેશાં ગુરુમુખે, સદ્ગુરુના મુખે ધર્મોપદેશ સાંભળો અને શક્ય એટલો ધર્મ જીવનમાં દૃઢતાથી પાળો. હરિબળ જેવો માછીમા૨ જો ભવપાર થઈ શકે તો તમે કેમ નહિ ? તમે તો ઉચ્ચ કુળમાં જન્મેલા છો ને ? ઘણા સદ્ગુરુઓના પરિચયમાં આવ્યા હશોને ? વ્રત અને નિયમો દૃઢતાથી પાળતા હશોને ? એકાદ ધર્મ પણ દૃઢતાથી બાંધછોડ વિના પાળો ! તમે પણ મોક્ષગામી બની શકશો.
कुमततमोभरमीलितनयनं, किमु पृच्छतं पन्थानम् ?
दधिबुद्धया नर जलमन्थन्यां किमु निदधत मंथानं रे ॥ ४ ॥ સાચા અને વાસ્તવિક માર્ગની પૃચ્છા ક્યાં કરવી ?ઃ
જો તમારે સાચા - આત્મકલ્યાણનો માર્ગ પૂછવો હોય તો ખૂબ સમજી-વિચારીને પૂછો. એવા લોકોને ન પૂછો કે જે ઉન્માર્ગે ચાલે છે અને ખોટી માન્યતાઓનાં અંધારાં જેમની આંખો ઉપર છવાયાં હોય. સલાહ કોની માનવી - આ પ્રશ્ન દીર્ઘકાળથી ચાલ્યો આવે છે. એક કવિએ એટલા માટે તો કહ્યું છે ઃ
૨૪૦
શાન્તસુધારસ : ભાગ ૩