________________
અથવા અસહમતિ પ્રકટ કરવી જોઈએ, એ નિર્ણય સૂક્ષ્મદૃષ્ટિ વિવેકશીલ અને દૂરદર્શિતાના આધારે કરવો જોઈએ.
જે કોઈ સંપર્કમાં આવ્યું, એની ઊલટી-સીધી સલાહને માનીને પ્રભાવિત થઈ જવામાં ભારે ખતરો છે. એવું કરતા હોઈએ તો સમજી લેવું જોઈએ કે આપણી દુર્બળ મનોવૃત્તિ અને વલણના કારણે આપણે પથભ્રષ્ટ થઈને કુમાર્ગની કાંટાળી ઝાડીઓમાં ભટકાઈ જઈશું અને સંકટ સહન કરવા પડશે.
મિત્રોમાંથી કેટલાય આપણને દુર્વ્યસનોમાં સાથ આપવા સલાહ આપે છે. આધુનિકતાના નામે નશાખોરી, મોંઘી હોટલોમાં ગંદા નાચગાનની આવારાગર્દી જેવી અનેક ખરાબીઓ પ્રાયઃ મિત્રમંડળની સલાહમાં ખેંચાઈને જ અપનાવવી પડે છે. પાછળથી આ જ બુરાઈઓ આદત બનીને જીવનને પતનના ગર્તમાં ધકેલી દે છે. ખરેખર તો એમ બનવું જોઈએ કે દોસ્તીના પ્રારંભે જ સૌથી વધારે સાવધાની એ વાતની રાખવાની કે દુર્ગુણી, કપટી, ધૂર્ત પ્રકૃતિના માણસોની મિત્રતા ન કરવામાં આવે. કારણ કે એવા લોકો મિત્રતાની જાળમાં ફસાવીને શત્રુ કરતાંય વધારે બરબાદી કરાવે છે. આવા અનુચિત-અયોગ્ય વ્યક્તિઓની મિત્રતા ન કરવી. એટલા માટે એમની ઉપેક્ષા કરવી, એમાં જ ભલાઈ છે. એમનાથી સો હાથ દૂર રહેવું. આજે બસ, આટલું જ.
૨૪૪
શાન્તસુધારસ : ભાગ ૩