________________
भोगसुखैः किमनित्यैर्भयबहुलैः कांक्षितैः परायत्तः । नित्यमभयमात्मस्थं प्रशमसुखं तत्रयतितव्यम् ॥ १२२ ॥ ભગવાન ઉમાસ્વાતિજી પૂછે છે
:
॥ શું તને અનિત્ય, વિનાશી, ક્ષણિક સુખ પસંદ છે ? શું તને ભયગ્રસ્ત-ભયભર્યું સુખ પસંદ છે ?
શું તને પરાધીન-પરતંત્ર સુખ પસંદ છે ?
સંસારના બજારમાં મળનારાં સુખ એવાં છે. ભલે તે સુખ મીઠા મધુર શબ્દનું હોય, ભલેને એ સુખ સૌન્દર્ય-રૂપનું હોય, ભલે તે મનગમતી સુવાસનું હોય કે પછી ભલેને પ્રિય રસનું હોય કે પછી મખમલથી ય મુલાયમ સ્પર્શનું સુખ હોય - આ તમામ વૈષયિક સુખો અનિત્ય છે, વિનાશી છે, ક્ષણિક છે. તમારી પાસે એ સુખો સદાને માટે રહેશે પણ નહીં.
તમારી પાસે સુંદર નીરોગી શરીર છે. તમારી પાસે ઘણી બધી સંપત્તિ છે. તમારી પાસે તમામ અઘતન સુખસગવડોથી સજ્જ બંગલો છે. તમારી પાસે વિદેશી મૂલ્યવાન કાર પણ હોય - પરંતુ આ તમામ વસ્તુઓની સાથે-સાથે તમારી પાસે અનેક ભય પણ છે.
# આ તમામ બગડી જવાનો ભય.
# આ બધું ચોરાઈ જવાનો ભય.
# આ બધું લૂંટાઈ જવાનો ભય.
આ બધું નષ્ટ થઈ જવાનો ભય.
‘આ બધું અન્યાય-અનીતિ અને દગાબાજીથી એકઠું કર્યું છે’ એવો આરોપ આવવાનો ભય.
– સરકાર દ્વારા પકડાઈ જવાનો ભય.
આમ અનેક પ્રકારનાં સુખસુવિધાપૂર્ણ સાધનો હાજર હોવા છતાં પણ એ ભય તમને એ સુખોનો યથેચ્છ ઉપયોગ કરવામાં બાધક બને છે; એટલું જ નહીં એ સુખસાધર્નોનો ઉપયોગ કરવા માટે તમે સ્વયં સ્વતંત્ર પણ નથી. સ્વાધીન પણ નથી. તમે તમારા પોતાના શરીરથી પરાધીન છો. જો તમારું શરીર નીરોગી નથી, સ્વસ્થ નથી, તો તમે પાંચે ઇન્દ્રિયોનાં સુખ ભોગવી નહીં શકો. જો તમારા પારિવારિક, સામાજિક અને રાષ્ટ્રીય સંજોગો અનુકૂળ ન હોય તો તમે તમારા સુખોનો ઉપયોગ નહીં કરી શકો. તમે તમારી જાતને પરાધીન છો ! તમે સંગોને પરાધીન છો ! તમે પરિસ્થિતિઓને પરાધીન છો ! તમે વૃદ્ધાવસ્થા અને મૃત્યુને પરાધીન છો.
શાન્તસુધારસ : ભાગ ૩
૧૪૨