________________
થાય છે - (૧) અસત્ય બોલવું, બીજાંની નિંદા કરવી, ખોટું-ખરાબ.બોલવું અને (૨) બીજો દુરુપયોગ છે અભક્ષ્ય ખાવું અને અપેય પીવું. જે લોકો માંસ ભક્ષણ કરે છે, શરાબ પીએ છે અને બીજા પણ અભક્ષ્ય-અપેય પદાર્થો ખાય છે, પીએ છે તેઓ એવાં પાપકર્મો બાંધે છે કે બીજા જન્મમાં જીભ જ નથી મળતી ! મળે છે તો પણ તેઓ બોલી શકતા નથી. બોલતા હોય તો તોતડાય છે. કાં તો જીભ સ્વાદરહિત અથવા કેન્સર રોગવાળી બની જાય છે. એટલા માટે જ્ઞાની પુરુષો જીભનો સદુપયોગ કરવાનો ઉપદેશ આપે છે. ક્યારેય કોઈની પણ નિંદા ન કરો. ગુણવાનોની અને ભાગ્યશાળી જીવોની પ્રશંસા કરતા રહો. કાનની સાર્થકતા સમજોઃ
તમારે કાન છે તો તમે પંચેન્દ્રિય છો ! કાન સારા છે ને? બહેરા તો નથી ને? કસ્તબ્ધ તો નથી થઈ ગયા ને? તમે બહેરા લોકોને જોયા તો હશે? તે બહેરા શા માટે થયા એ અંગે વિચાર્યું પણ હશે.
સભામાંથી ના સાહેબ ! નથી વિચાર્યું!
આચાર્યશ્રી એટલા માટે કાનનો દુરુપયોગ કરી રહ્યા છો! પરનિંદા સાંભળો છો ને? ગંદી વાતો ય સાંભળો છો ને? સેક્સી ગીતો સાંભળો છો ને? બીજાંની ગુપ્ત વાતો પણ સાંભળો છો ને? જો કાનનો આ રીતે દુરુપયોગ કરતા રહેશો, તો એવાં પાપકમ બાંધશો કે જ્યારે તે પાપકર્મ ઉદયમાં આવશે ત્યારે તમને કાન નહીં મળે. યા તો મળી ગયા તો બહેરા અથવા રોગગ્રસ્ત થશો. એટલા માટે આ જન્મમાં કાનોથી બીજાંના ગુણાનુવાદ સાંભળતા રહો. બીજાનાં યશોગાન ગાઈને આનંદિત બનો. પરમાત્માની, સજ્જનોની, સંતોની સ્તવના સાંભળતા રહો. નેત્રની સાર્થકતા સમજોઃ
ત્રીજી વાત છે આંખોની. અંધજનોને જોઈને તમે આંખોના મહત્ત્વ અંગે ચિંતન કર્યું છે? આપણા દેશમાં લાખો અંધજનો છે. એમને અંધાપો કેમ આવ્યો? આપણી આંખો કેમ સારી છે? એક જ કાનૂન છે - કર્મનો. જે ઇન્દ્રિયનો જીવ દુરુપયોગ કરે છે, તેને બીજા જન્મમાં એ ઈન્દ્રિય નથી મળતી, મળે છે તો ક્ષતિગ્રસ્ત મળે છે - રોગગ્રસ્ત મળે છે. . આંખોથી ખરાબ ન જુઓ.
આંખોથી સારું જ જુઓ. બીજાંનો સુખવૈભવ જોઈને તમારાં નેત્રો પ્રફુલ્લિત થવાં જોઈએ. બીજાંના ગુણ જોઈને તમારી આંખો હર્ષ-પ્લાવિત થવી જોઈએ.
|
પ્રમોદ ભાવના
અને
૧૮૭ |