________________
अहह तितिक्षागुणमसमानं, पश्यत भगवति मुक्तिनिदानम् । येन रुषा सह लसदभिमानं झटिति विघटते कर्मवितानम् ॥ ४॥
એક સહનશીલતા ગુણ જ એવો છે કે જેની તુલના અન્ય કોઈ ગુણ સાથે થઈ શકતી નથી, મુક્તિ પ્રાપ્તિ માટે પરમ સાધનરૂપ આ ગુણને હે આત્મન્ ! તું તીર્થંકર પરમાત્મામાં જો. એનાથી ક્રોધ અને અહંકારના દોષ નષ્ટ થઈ જાય છે અને વધતાં જતાં કર્મોનાં મૂળિયાં નષ્ટ થઈ જાય છે. સહનશીલતા - મુક્તિનું પરમ સાધનઃ
તીર્થંકર પરમાત્મા પ્રત્યે સહનશીલતા - તિતિક્ષાગુણના માધ્યમથી પ્રમોદભાવ ગ્રંથકારે અભિવ્યક્ત કર્યો છે. આ ગુણ દ્વારા મુક્તિની પ્રાપ્તિ થાય છે, એટલા માટે આ ગુણને વિશેષ રૂપે જોવાનો નિર્દેશ કર્યો છે. જેમ જેમ પરમાત્મામાં તિતિક્ષાગુણની વ્યાપકતાને જોતા જશો, તેમ તેમ આપણી અંદર એક મોટું પરિવર્તન શરૂ થઈ જશે. ઈષ્ય, ક્રોધ, રોષ, અભિમાન, માન, અહંકાર આદિ દોષો વિલીન થવા લાગશે... અને કર્મોનાં મૂળિયાં સુકાતાં જણાશે. જો વાસ્તવમાં આ પરિવર્તન ઈચ્છતા હો તો પ્રક્રિયા સરળ છે. ૨૪મા તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ વર્ષો સુધી કષ્ટ સહન કર્યા હતાં. સાડા બાર વર્ષ સુધી સ્વેચ્છાથી કષ્ટો સહ્યાં હતાં. . ગોવાળિયાએ એમના કાનમાં ખીલા ઠોક્યા હતા. | ચંડકૌશિક નાગે પગમાં ડંખ માર્યો હતો.
શૂલપાણિ યક્ષે એક રાત્રિમાં પ્રભુની ઉપર અનેક કષ્ટ વરસાવ્યાં હતાં. - સંગમદેવે અનેક પ્રાણઘાતક ઉપસર્ગો કર્યા હતા તથા પ્રભુના પગનો ચૂલો.
બનાવીને એની ઉપર રસોઈ બનાવી હતી. v પ્રભુ અનાર્ય દેશમાં ગયા હતા. ત્યાંના લોકોએ પ્રભુને ઘણો ત્રાસ આપ્યો હતો.
તીર્થકર થયા પછી પણ ગોશાલકે ભગવાનની ઉપર તેજલેશ્યાનો પ્રયોગ કર્યો હતો. પ્રભુનું શરીર શ્યામ પડી ગયું હતું અને છ માસ સુધી લોહીના ઝાડા થયા હતા. તમે ભગવાન મહાવીરનું જીવનચરિત્ર વાંચો, એ રીતે ભગવાન પાર્શ્વનાથનું દશ ભવોનું ચરિત્ર વાંચો. કેટલી અદ્ભુત સહનશક્તિ હતી તેમની! દરેક મનુષ્ય ભવમાં કમઠે પ્રભુને માય જ છે. પ્રભુ સમતાભાવથી સહન કરતા જ રહ્યા. કમઠ પ્રત્યે રોષની રેખા સુદ્ધાં તેમનામાં ન હતી. સહન કરતાં કરતાં તે સિદ્ધ થયા. મુક્તિ પામ્યા. સહનશીલતા ગુણને આપણે આપણા જીવનમાં લાવવો જોઈએ.
[
પ્રમોદ ભાવના
.
૧૯૩]