________________
માર્ગ છે. આંખોને સંબોધિત કરીને એક કવિએ કહ્યું છે -
વારી જાઉં આંખ ! તારા અજબ ચાતુર્યમાં, જે જોવાનું છે તે તું કોઈ દિ' જોતી નથી. સેંકડો ોજનથી શોધે કોઈકની ભૂલ-કાંકરી, પણ તારા જ વધેલા પાપના ડુંગર તું જોતી નથી.
રે આંખ ! તારા ચાતુર્ય પર હું ખુશ છું. જે જોવા યોગ્ય છે તે તું જોતી નથી. પરંતુ હજારો યોજન દૂરથી કોઈના કાંકરી જેવડા દોષને ય જોઈ લે છે. વાહ ! તારા પોતાના પાપોના પહાડને તું જોતી નથી.
બીજાંની ઈર્ષ્યા-દ્વેષ કરનારાઓ, મત્સર અને પરિવાદ કરનારાઓને પૂછો કે એ શું સર્વગુણ સંપન્ન છે ? તેમના જીવનમાં દોષો, ભૂલો નથી ? પોતાની અંદર પાપોની મોટી ગટરો વહે છે, એ જોતા નથી અને બીજાંનાં સુખોની, ગુણોની, યશની, ઈર્ષ્યા કરે છે. આ બળતરા ક્યાં સુધી યોગ્ય છે ?
જે કોઈને જે કંઈ સારું, સુંદર અને ભવ્ય મળે છે તે તેના જ પુણ્યકર્મના ઉદયથી. મળે છે. એના પ્રત્યે પ્રમોદભાવ રાખવાનો છે.
दिष्ट्यायं वितरति बहुदानं वरमयमिह लभते बहुमानम् । किमिति न विमृशसि परपरिभागं यद्विभजसि तत्सुकृतविभागम् ॥ २ ॥ કેટલું સરસ છે, કોઈ ભાગ્યશાળી દાન આપે છે અને દુનિયામાં એની વાહવાહ થાય છે. અન્યના ઉત્કૃષ્ટ ભાગ્ય માટે એવા પરસુખસંતુષ્ટિના વિચાર કેમ નથી કરતો ? પરસુખસંતુષ્ટિથી તને પણ એના સુકૃતમાં ભાગ મળી શકે છે. પરસુખ સંતુષ્ટ બનો
:
નિરંતર સુખ પામવાની, નિરંતર મનને પ્રસન્ન રાખવાની આ દિવ્ય કલા છે. બીજાંનાં સુખ જોઈને પ્રસન્ન રહેવું. આ દુનિયામાં સુખી જીવોની ભરપૂરતા છે. જોવાની આપણી દૃષ્ટિ જોઈએ. તમારી દૃષ્ટિમાં સૌન્દર્યનું અંજન જોઈએ. સારાપણાનું કાજળ જોઈએ. એક કવિએ કહ્યું છે -
સૌન્દર્યનું ગાણું મુખે મારે હજો, જ્યારે પડે ઘા આકરા જ્યારે વિરૂપ બને સહુ ને વેદનાની ઝાળમાં સળગી રહે વન સામટાં, ત્યારે અગોચર કોઈ ખૂણે
પ્રમોદ ભાવના
૧૯૧