________________
મહિમા સમજ્યો છું, વિચારું છું કે આ જીવનમાં હવે એવું કોઈ કામ ન થાય કે જે મને વધારે ક્ષુદ્ર બનાવે.
स्वयं खनन्तः स्वकरेणगर्ता, मध्ये स्वयं तत्र तथा पतन्ति । यथा ततो निष्क्रमणं तु दूरेऽधोऽधः प्रपाताद् विरमन्ति नैव ॥ ४ ॥ માણસ પોતે જ ખોદેલા ખાડામાં પોતે જ એટલો ઊંડો પડે છે કે બહાર નીકળવાનો ખ્યાલ જ નથી હોતો. એ તો વધારે ને વધારે ઊંડો ઊતરતો જાય છે.
િવુક્ષ્મ વિ વવાનો દૃશમરતિશતા ં વિશ્વમેતત્ ।શું કરીએ ? શું કહીએ ? આખું વિશ્વ અતિશય વ્યાકુળ થઈ ગયું છે. એટલે કે વિશ્વના જીવો પ્રત્યે કરુણા ભાવના જ રાખવી પડશે. સર્વ જીવોનાં દુઃખ દૂર થાઓ, નષ્ટ થાઓ. સ્વનિર્મિત ખાડામાં પોતે જ પડે છે ઃ
મિથ્યાચારી મનુષ્યોના જીવનમાં કદીય સુખશાન્તિ નથી આવતી. મિથ્યાચારીનો અર્થ જ એ કે એ બધું નથી કરતો. જે કરવું જોઈએ એ નથી કરતો અને એ જ કરે છે જે કરવું ન જોઈએ. અકરણીય કાર્યો અજ્ઞાનવશ કરવાથી પણ કોઈ એના કુળથી બચતું નથી. તો પણ જે જાણતો હોવા છતાં અકરણીય કાર્ય કરે છે એની દુર્દશાની તો કલ્પના જ કરવી મુશ્કેલ છે.
ધૂર્ત અને દુષ્ટ લોકો એનાથી ગમે તેટલા ખુશ કેમ ન દેખાતા હોય, પરંતુ અંદરથી તેઓ અતિવ્યગ્ર, વિકળ અને દરિદ્ર જ રહે છે. એમના હૃદયમાં દરેક વખતે એક જલન અને આત્મગ્લાનિ કણસી રહી હોય છે. આ આંતરિક અશાંતિ લોકપરલોકમાં આગ લગાડી દે છે. મિથ્યાચારી લોકો સ્વયં દુર્ગીતનો ખાડો ખોદે છે અને જાતે જ એમાં પડે છે અને નરકગતિ તથા પશુયોનિમાં અસંખ્ય જન્મમરણ પામે છે.
મિથ્યાચારી મનુષ્ય અવિશ્વસનીય અને અસન્માન્ય બને છે. એવી વ્યક્તિ બેઇમાન, ધૂર્ત, કપટી સિદ્ધ થાય છે. લોકો એની સાથે વ્યવહાર નથી કરતા, લોકો પોતાનાં કોઈ કામ મિથ્યાચારીને નથી સોંપતા કે નથી તેનું કોઈ કામ કરતા. મિથ્યાચારીના વચનમાં કોઈ વિશ્વાસ કરતું નથી. મિથ્યાચારી સાથે ઘૃણા કરવી એ તો એક સ્વાભાવિક પ્રતિક્રિયા છે. લોકો એને મોઢે જ બેઇમાન, ચોર, ધૂર્ત સુદ્ધાં કહે છે. સમાજમાં એની આબરૂ બે કોડીની જ હોય છે. જ્યાં સુધી એનો થોડોક પુણ્યોદય હોય છે ત્યાં સુધી તે પોતાને બુદ્ધિમાન માનીને પ્રસન્ન રહે છે. પરંતુ ભેદ ખૂલતાં જ એ દયનીય બની જાય છે. જીવનભર પસ્તાવા અને દુઃખી થયા સિવાય અન્ય કોઈ માર્ગ હોતો નથી. પોતાના જ ખોદેલા ખાડામાં એ પડે છે. શું કરે ? એવા લોકો પણ કરુણાપાત્ર હોય છે.
૨૧૬
શાન્તસુધારસ : ભાગ ૩