________________
તેમણે રાજકુમારીને ફરી વાર સમજાવવા પ્રયત્ન કર્યો સૌન્દર્ય શરીરસૌષ્ઠવનો પર્યાય નથી; એનું માપ અને મૂલ્યાંકન તો આંતરિક સગુણોના આધારે જ થઈ શકે છે. આ રીતે અસંખ્ય લોકોની મશ્કરી કરવી સારું નથી. કોઈ વાર પોતાની કુરૂપતા તરફ પણ જુઓ; આત્મસૌંદર્યને જાગૃત કરવાનો મોકો મળશે.'
સાધુની શીખામણની કોઈ અસર એ ધૃષ્ટ રાજકુમારી ઉપર ન પડી. ઊલટાનું એણે નદીકિનારાની ધૂળની મુઠી ભરીને સાધુના મુખ ઉપર નાખી ! એના આ વ્યવહારથી તપસ્વીનો પારો ચરમ સીમા ઉપર પહોંચી ગયો. તે ગુસ્સે થઈને બોલ્યાઃ “ઘમંડી છોકરી! તેં બ્રાહ્મણના મુખની તુલના જે જાનવર સાથે કરી છે, એના જેવો તારો ચહેરો થઈ જશે.'
એ દિવસે જ્યારે સાંજના રાજકુમારી રાજ-ઉદ્યાનમાં ફરતી હતી ત્યારે એની દ્રષ્ટિ સુંદર ફૂલો ઉપર પડી. જ્યારે એ ફૂલ તોડીને એની મધુર-માદક સુવાસનો આનંદ લેવા લાગી ત્યારે તેને આશ્ચર્ય થયું. જેમ જેમ રાજકુમારી ફૂલ સૂંઘતી ગઈ તેમ તેમ એનું નાક મોટું થતું ગયું. એને સંભાળવું મુશ્કેલ થઈ પડ્યું. એટલું જ નહીં પરંતુ એના ચહેરા ઉપર વાળના જથ્થા પણ ઊગી નીકળ્યા. હવે તેનો દેખાવ રીંછ જેવો બદસુરત થઈ ગયો. પાસે રહેલી દાસીએ જ્યારે આ જોયું તો તેણીએ આ બનાવની સૂચના રાજાને આપી, રાજારાણી દોડતાં બગીચામાં આવ્યાં. રાણી રાજકુમારીનો દેખાવ જોઈને રડી પડી. તરત જ રાજવૈદ્યને બોલાવવામાં આવ્યા. ઉપચારો શરૂ કર્યો, પરંતુ કોઈ લાભ ન થયો. થાકી-હારીને રાજદ્દે કહ્યું : “રાજન ! આ કોઈ શારીરિક વ્યાધિ નથી, કોઈક દેવી કોપ છે ' લાતોનો દેવ વાતોથી નથી માનતો!
દિવસો વીતી ગયા. રાજકુમારીના મુખ ઉપર વાળ વધવા લાગ્યા, નાક ફૂલતું ગયું. રાજકુમારીએ તેના માતાપિતાને સાધુનો શાપ કહી સંભળાવ્યો. પોતાને સૌન્દર્યની દેવી માનનારી રાજકુમારી હવે પોતાનું મુખ કોઈને ય બતાવી શકતી ન હતી. પોતે પણ દર્પણમાં પોતાનો ચહેરો જોઈ શકતી ન હતી. હવે તેને ખ્યાલ આવતો હતો કે અસંખ્ય લોકો ઉપર કટુઉક્તિઓની શું અસર પડતી હશે. એની વાતોથી કેટલાં મન ઘવાયાં હશે !
આ બાજુ રાજા સાધુને શોધવા ભરપૂર પ્રયત્ન કરી રહ્યો હતો. સાધુનો પત્તો લાગ્યો કે તરત જ રાજા પાલખીમાં રાજકુમારીને લઈને સાધુ પાસે ગયો. સાધુએ ખૂબ આત્મીય ભાવથી પૂછ્યું “રાજન ! તમે ખૂબ ચિંતિત દેખાઓ છો, કારણ?” રડતાં રડતાં રાજાએ કારણ બતાવ્યું અને કહ્યું: “મહારાજ! આપનું રહસ્યમય હાસ્ય સૂચવે છે કે આપ મારી પરેશાનીનું કારણ જાણો છો.”
૨૨૨
શાન્તસુધારસઃ ભાગ ૩]