________________
તમારે જ કરવાનો છે. શરીર તો મનનો આજ્ઞાવર્તી સેવક માત્ર જ છે. મન જેવું કહે છે, આદેશ આપે છે એવું જ શરીર કરે છે.
તમે નિર્ણય કરો કે મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે શાસ્ત્રોનું શ્રવણ કરવાનું છે, દ્રઢ નિર્ણય કરવાનો છે, ત્યારે એવા જ્ઞાની સદ્ગરનું સાનિધ્ય પ્રાપ્ત થશે! તમારું સંકલ્પબળ એવા જ્ઞાની પુરુષનો સંપર્ક કરાવી દેશે અને તમે જિનાગમોના અમૃતનું પાન કરી શકશો. હા, જિનાગમોનું શ્રવણ કરવું હોય તો આડીઅવળી ફાલતું ચોપડીઓ નવાંચો. આવાં નિમ્નસ્તરના સાપ્તાહિકોમાસિકો વગેરે ન વાંચો. ગમે તેવા વક્તાઓનાં ભાષણો ન સાંભળો.
જિનધર્મથી પર, એવા અજ્ઞાની - મિથ્યાજ્ઞાનીના કુતક પ્રચુર ભાષણ પણ ન સાંભળો. નહીંતર તમે ખોટા માર્ગે ભટકાઈ જશો. આ સંસાર છે, સંસારમાં અનેક પ્રકારના લોકો હોય છે. વાણી મધુર હોય, તર્કબદ્ધ હોય છે. કેટલાંય વૃચંતો હોય છે. તમે સાંભળીને નાચી ઊઠો. તમને પસંદ પડે તેવી વાતો કરે છે !
પરંતુ તમે અંદર ઊતરશો ત્યારે જ ઈન્દ્રજાળનું રહસ્ય જાણી શકશો. તમારા મનમાં જિનધર્મ વિશે શંકા-કુશંકાઓ ભરી દેશે.. બીજા બધા ખોટા છે, અમે જ સાચા છીએ..” એવી જ વાતો કરશે. ખાવાપીવામાં અને વૈષયિક સુખ ભોગવવામાં એ લોકો કોઈ રીતે અટકતા નથી! હા, એમનાં આશ્રમો હોય છે, સુંદર સ્થાનો હોય છે, ત્યાં સારી સગવડો પ્રાપ્ત થાય છે. જો તમારું મન ગુણસંપન્ન ગુણપક્ષપાતી નહીં હોય અને સુખરાગી હશે તો સુખપક્ષપાતી હશે, તો તમે નિશ્ચિતરૂપે પથભ્રષ્ટ થઈ જશો. કુપથી ઉપર ચાલ્યા જશો.
એટલા માટે સમય કાઢો, સદ્ગરનો સંપર્ક કરો અને જિનમાર્ગનાં શાસ્ત્રોનું વિનયપૂર્વક અધ્યયન કરો. ' અવિવેકી ગુરુનો ત્યાગ કરો:
જિનાગમોનું અમૃતપાન કરવા માટે તમારે ગુરુની પાસે જવું પડશે. ત્યાં સાવધાની બતાવતાં ગ્રંથકાર કહે છે - અહિયો ગુઝરવિવેકી i અવિવેકી ગુરુનો ત્યાગ કરવો જોઈએ. જે ગુરુને હિત-અહિતનું જ્ઞાન ન હોય, સારાખોટાનો ખ્યાલ ન હોય, એવા અવિવેકી ગુરુથી દૂર રહેવું જોઈએ.
આવા ગુરુ હિતકારીને અહિતકારી બતાવશે અને અહિતકારીને હિતકારી બતાવશે. જે વાસ્તવમાં સુખકારી હશે એને દુખકારી બતાવશે અને દુઃખકારી હશે તેને સુખકારી કહેશે! આવા ધૂર્ત ગુરુ પોતાની વાક્યાતુરીથી ભોળા -ઓછી બુદ્ધિના લોકોને ભટકાવી મારે છે. એક એવા જ ધમચાર્યની ઉપનયકથા સંભળાવું છું.
[
કરુણા ભાવના
,
'
૨૩૧]