________________
ધર્માચાર્યનું એક સ્વપ્ન ઃ
એક ધર્માચાર્યને એ વાતનું ભારે ઘમંડ હતું કે એમની દેશ-દેશાન્તરમાં મોટી ખ્યાતિ છે. તેમને ખૂબ વિશાળ શિષ્યસમુદાય છે. અપાર ધનસંપત્તિ છે. વૈભવ છે. અનેક શાસ્ત્રો કંઠસ્થ છે. એમનો પૂરો વિશ્વાસ હતો કે મર્યા પછી સ્વર્ગમાં દેવતાઓ એમનું સ્વાગત કરશે, સ્વર્ગમાંથી દેવેન્દ્ર જાતે જ એમને આવકારવા આવશે.
એક દિવસે ધર્માચાર્યને ઊંઘમાં સ્વપ્ન આવ્યું કે એ મરીને સ્વર્ગના દરવાજા ઉપર પહોંચી ગયા છે, પરંતુ એ જોઈને એમને ઘણું આશ્ચર્ય થયું કે સ્વર્ગના દ્વારે ન કોઈ સ્વાગત માટે આવ્યું છે કે ન તો દેવેન્દ્ર પણ આવ્યા છે. સર્વત્ર સૂનકાર જોઈને એ સ્તબ્ધ થઈ ગયા. એમણે જોયું કે સ્વર્ગના દરવાજા પણ બંધ છે. દરવાજા વિશાળ . હતા, એઓ દરવાજા ખટખટાવવા લાગ્યા. પરંતુ આવડા મોટાં દરવાજા ઉપર એમની થપાટ દેડકાના ઢોલ બજાવવાથી વધારે ન હતી. કલાકો વીતી ગયા, પરંતુ દરવાજો ન ઊઘડ્યો. એ વિચારમાં પડી ગયા કે ક્યાંક હું વહેલો તો મરીને અહીં નથી આવ્યો ને ? વિચાર્યું કે એક વાર ફરીથી દરવાજો ખટખટાવું. ફરી વાર પ્રયત્ન કરતાં એક બારી ખૂલી. કોઈકે નજર કરી. ધર્માચાર્યને લાગ્યું કે કોઈ સૂર્ય ઊગી નીકળ્યો છે. ધર્માચાર્ય ગભરાઈને આડાશે ઊભા રહીને કહેવા લાગ્યા ઃ પરમદેવ ! આપ જરા પાછા પડો, હું આપનો પ્રકાશ સહન કરી શકતો નથી.’
એમને જવાબ મળ્યો : 'ક્ષમા કરો દેવ, હું તો અહીંનો દ્વારપાળ છું. દેવેન્દ્ર અને મારી વચ્ચે તો લાખો યોજનનું અંતર છે. મને તો હજુ સુધી એ દેવેન્દ્રનાં દર્શનનો અવસર જ મળ્યો નથી.’ આ વચન સાંભળીને ધર્મગુરુ ગભરાયા, છતાં પણ એમણે છુપાઈને કહ્યું : ‘તમે દેવેન્દ્રને સૂચના આપી દો કે ધરતી ઉપરથી અમુક ધર્મગુરુ આવ્યા છે. ધરતી ઉપર મારી ખૂબ ખ્યાતિ હતી. મારું નામ એમણે જરૂર સાંભળ્યું હશે.’
દ્વારપાળે કહ્યું : ‘ક્ષમા કરો, પહેલાં તો આપ એ બતાવો કે આપ કઈ ધરતી ઉપરથી આવ્યા છો ?' હવે તો ધર્મગુરુ ચમક્યા. કઈ પૃથ્વી ઉપરથી'નો શો અર્થ? ‘અરે, તમે એટલું પણ નથી જાણતા કે ત્યાં મારા લાખો અનુયાયીઓ વસે છે ?' આ સાંભળી દ્વારપાળે મહામહેનતે પોતાના હાસ્યને રોકીને કહ્યું : ‘તો આપનું જ્ઞાન અતિ અલ્પ છે. બ્રહ્માંડમાં અનેક પૃથ્વીઓ છે. તો તમે તમારી પૃથ્વીનો સાચો નંબર બતાવો.'
હવે ધર્મગુરુ ગૂંચવાડામાં પડી ગયા. એ તો વિચારતા હતા કે એમની ખ્યાતિ અને વૈભવની જાણકારી નિશ્ચિત રૂપે દેવેન્દ્રને હશે, ત્યાં તો દ્વારપાળે કહ્યું : “ચાલો, પૃથ્વીનો સાચો નંબર નહીં તો આપની આકાશગંગા અથવા સૌરમંડળનું નામ બતાવી દો. જેથી નોંધ જોઈને જાણકારી મેળવી શકાય કે આપ ક્યાંથી આવી રહ્યા શાન્તસુધારસ : ભાગ ૩
૩૨