Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 241
________________ सुजना ! भजत मुदा भगवन्तं, सुजना ! भजत मुदा भगवन्तम् । शरणागतजनमिह निष्कारणकरुणावन्तभवन्तं रे ॥ १ ॥ હે સજ્જનો ! હૃદયના હર્ષોલ્લાસ સાથે તમે ભગવાનનું ભજન કરો. પ્રભુની આરાધના કરો. જે પરમાત્મા શરણે આવેલાં પ્રાણીમાત્ર માટે કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરુણાવાન છે.” क्षणमुपधाय मनः स्थिरतायां पिबत जिनागमसारम् । कापथघटना विकृतविचारं त्यजत कृतान्तमसारं रे ॥ २ ॥ ‘મનને જરા સ્થિર કરીને જિનાગમ-સારનું સુધાપાન કરો. ખોટા રસ્તાઓ તમને ભટકાવી દેશે. ખોટા અને શંકા-સંદેહવાળા વિચારોને પૂર્ણતયા છોડી દો.” परिहरणीयो गुरुरविवेकी, भ्रमयति यो मतिमन्दम् । सुगुरुवचः सकृदपि परिपीतं प्रथयति परमानन्दं रे ॥ ३ ॥ અવિવેકી ગુરુનો ત્યાગ કરવો જોઈએ. એટલે કે જે ગુરુને હિત-અહિત અને સારાખોટાનો ખ્યાલ ન હોય એને દૂર કરવા જોઈએ - એમનાથી દૂર રહેવું જોઈએ. કારણ કે એવા અવિવેકી ગુરુ પોતાના વાક્યાતુર્યથી ભોળા અને ઓછી બુદ્ધિવાળા લોકોને ભટકાવી દે છે. જ્યારે સદ્ગુરુનું એકાદ વચન પણ સારી રીતે સ્વીકારવામાં આવે અને એ રીતે જીવવામાં આવે તો પરમાનંદનો અનુભવ થાય છે.” कुमततमोभरमीलितनयनं किमुपृच्छत पन्थानम् । दधिबध्या नर जलमन्थन्यां किमु निदधतमन्थानम् रे ॥४॥ ખોટા માર્ગ અને વિપરીત માન્યતાનો અંધકાર જેની આંખો ઉપર છવાઈ ગયો હોય એમની પાસે તું વાસ્તવિક માર્ગની પૂછપરછ કરે છે ? અરે પાણીને દહીં સમજીને મનુષ્ય જે તેને વલોવે તો શું મળે? ભગવાનની અપૂર્વ કરુણા: તમારે શું જોઈએ? તમે શા માટે દુનિયામાં આથડી આથડીને દુઃખી થઈ રહ્યા છો? શા માટે નિરાશ થઈને આંસુ વહાવો છો? તમે વીતરાગ પરમાત્માને શરણે ચાલ્યા જાઓ. હર્ષોલ્લાસની સાથે તેમની મનવચનથી સેવા કરો. એ પરમ કરણાવાન છે. તમારાં દુઃખ દૂર કરશે અને મનોવાંચ્છિત સુખ મળશે. પરમાત્માની કરેલી આરાધના, ભક્તિ, સેવા નિષ્ફળ નથી જતી. તમે પૂર્ણ વિશ્વાસથી પ્રભુનું શરણું લઈ લો. એમના જ શરણમાં જીવન સમર્પિત કરી દો. પરમાત્મા કેવા કરુણાવંત હોય છે એનું એક શાસ્ત્રીય દ્રષ્ટાંત સંભળાવું છું - એ દ્રષ્ટાંત છે ૨૦મા તીર્થંકર મુનિ સુવ્રતસ્વામીનું. કરણા ભાવના ૨૨૭ |

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356