Book Title: Shant Sudharas Part 03
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

Previous | Next

Page 221
________________ સામે વટાણાના છોડ વાવ્યા, તો ટી.વી.માંથી નીકળતા ટોટિક્સ રેડિયેશનને કારણે એ છોડ વિકૃત થઈ ગયા. છોડનાં મૂળ જમીનમાંથી વાંકા વળીને બહાર નીકળી ગયાં હતાં. ટી.વી. જોવાથી બાળકો થાકેલાં લાગે છે. આ વાત વાંચીને ઓટ્ટને આ શોધ કરવાની પ્રેરણા મળી હતી. વિશ્વપ્રસિદ્ધ પેગ્વિન’ પ્રકાશન કંપનીએ પાંચ-સાત વર્ષ પૂર્વે એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું- The plugin drug. - આ પુસ્તક દ્વારા ટી.વી.ની બાળકો ઉપર શું અસર પડે છે એની અભ્યાસાત્મક વાતો બહાર આવી છે. ઓસ્ટ્રેલિયામાં શિક્ષક, માનસશાસ્ત્રી, ડૉક્ટર વગેરેએ કેટલાંય બાળકોનાં માતાપિતાએ નોંધેલી વાસ્તવિક વાતો આ પુસ્તકમાં આપવામાં આવી છે. એક અનુભવસિદ્ધ કથન આ પુસ્તકમાં બતાવ્યું છે કે ટી.વી. જોવાથી બાળકોની આંખો ઉપર અને વિકાસ કેન્દ્રો પર ટી.વી.નાં કૃત્રિમ પ્રકાશનો દુપ્રભાવ પડે છે. એનાથી બાળકોની બુદ્ધિ અને દિમાગનો વિકાસ અટકી જાય છે. સતત ટી.વી. જોનારા બાળકોની ઊંઘ પણ ઓછી થઈ જાય છે. એમની ક્રમબદ્ધતા બદલાઈ જાય છે. જ્ઞાનતંતુઓ શિથિલ થઈ જાય છે. બાળકો-કિશોરો વારંવાર હતાશા-નિરાશ થઈ જાય છે. સ્વપ્નો પણ સારાં નથી આવતાં. ભૂખ, તરસ, મળમૂત્ર વિસર્જન વગેરેનો ક્રમ તૂટી જાય છે. ૧ ટી.વી.નો દુwભાવ એવો હોય છે કે જેને આપણે આંખો દ્વારા જોઈ શકતા નથી. બાળકોના દિમાગનું સેટિંગ જ એવું હોય છે કે એ કોઈ પણ વિચારને ગ્રહણ કરી શકે છે. સતત ટી.વી. જોવાથી બાળકોના ડાબા મગજમાં ભાષા, હાલવું, ચાલવું, તરંગો અને વિચારો મુદ્રિત થાય છે અને બધું યોગ્ય છે કે અયોગ્ય છે એ નિશ્ચય કરવાનું કાર્યડાબું મગજ કરે છે. પણ ટી.વી જોનારાઓનું ડાબું મગજ પ્રાયઃ નિષ્ક્રિય રહે છે. આથી સત્ય-અસત્યનો નિર્ણય બાળક સ્વયં નથી કરી શકતું. જેમ જેમ બાળક મોટું થાય છે અને મગજનું કાર્ય વધે છે અને ડાબું મગજનિષ્ક્રિય થઈ જતાં તે સક્રિય કામ કરી શકતું નથી. ટી.વી.નો દુગ્ધભાવ અધ્યયન ઉપરઃ અભ્યાસ-અધ્યયનમાં મંદતા લાવનાર ટી.વી.ને લાત મારીને ૧૯૮૭માં બારમા ધોરણમાં બોર્ડમાં ફર્સ્ટ આવનાર કિશોરે કહ્યું - “મારી સફળતાનું રહસ્ય ટી.વી. ત્યાગમાં છે. પ્રતિદિન ટી.વી. ઉપર આંખો માંડીને બેસનારા હજારો વિદ્યાર્થીઓ પોતાના લાખો કલાકો વેડફી મારે છે અને પોતાની કારકિર્દીને ભૂમિશરણ કરી દે છે. પોતાના અધ્યયન માટેનો કીમતી સમય વ્યર્થ ગુમાવે છે, બગાડે છે. આ વાત તેમનાં માતાપિતા કેમ સમજતાં નહીં હોય? | કરુણા ભાવના ૨૦૭

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356